સુરત જિલ્લામાં અવાર-નવાર બુટલેગરો દ્વારા દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે. ત્યારે પોલીસ દ્વારા અનેક વખત દારૂના જથ્થાને ઝડપી પાડવામાં આવતો હોય છે. પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવેલો આ દારૂના જથ્થાને કોર્ટની પરમિશન બાદ નાશ કરવામાં આવે છે. ત્યારે સુરતમાં છેલ્લા આઠ મહિનામાં માત્ર છ પોલીસ સ્ટેશનમાંથી 37 લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. જોકે પોલીસ દ્વારા આ દારૂનાં જથ્થાનો આજે રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.
સુરતમાં ઝોન-4ની હદમાં આવતા અઠવા, વેસુ, ઉમરા, પાંડેસરા, ખટોદરા, તથા અલથાણ આમ 6 પોલીસ મથકમાંથી છેલ્લા 8 માસ દરમ્યાન પોલીસે રૂપિયા 37,97,688/- લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ત્યારે આ દારૂનાં જથ્થાનો નાશ કોર્ટની મંજુરી સાથે કરવામાં આવ્યો હતો. પાંડેસરા સ્થિત તિરુપતિ સર્કલ પાસે સી.ઈ.ટી.પી. પ્લાન્ટ પાસે ખુલ્લી જગ્યામાં રૂપિયા 37.97 લાખની 23027 નંગ બોટલો રોડ પર પાથરી દેવામાં આવી હતી. ત્યારબાદ તેના પરથી રોડ રોલર ફેરવીને એક સાથે તમામ દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો.
આમ, 6 પોલીસ સ્ટેશનની હદમાંથી ઝડપાયેલ 37 લાખથી વધુના દારૂનાં જથ્થા પર પોલીસે આજે રોડ રોલર ફેરવી દીધું હતું. ત્યારે સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. દરમિયાન દારૂ નાશની આ પ્રક્રિયા અંગે ડી.સી.પી.એ જણાવ્યું હતું કે, ઝોન-4ની અંદર આવતા 6 પોલીસ મથકમાંથી રૂપિયા 37.97 લાખનો જે વિદેશી દારૂનો જથ્થો પકડાયો હતો. તે નામદાર કોર્ટની પરમીશન લઈને નાશ કરવામાં આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500