Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચીખલીનાં થાલામાં ગુજરાત ગેસની એજન્સીનાં ખોદકામ સમયે ઘરેલુ ગેસની પાઇપ લાઇન તૂટતા ગેસનો ફુવારો ઉડતા સ્થાનિકોમાં નાસભાગ મચી

  • December 21, 2022 

ચીખલી નજીકનાં થાલામાં ગુજરાત ગેસની એજન્સીનાં ખોદકામ દરમ્યાન ઘરેલુ ગેસની પાઇપ લાઇન તૂટતા ગેસનો ફુવારો ઉડતા સ્થાનિકોમાં નાસભાગ મચી હતી. એજન્સી દ્વારા ગ્રામ પંચાયતની પરવાનગી વિના છેલ્લા દોઢેક માસથી આડેધડ ખોદકામ કરાતા રોષે ભરાયેલા લોકોએ કામ બંધ કરાવી દીધું હતું. જોકે રહેણાંક વિસ્તાર હોવા છતાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. બનાવની વિગત એવી છે કે, થાલામાં હાલ ખાનગી પંપ ઉપર CNGની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે થાલા બગલાદેવથી નેશનલ હાઇવે ને જોડતા આંતરિક માર્ગ પર પાઇપ લાઇન નાંખવાની કામગીરી ગુજરાત ગેસની એજન્સી દ્વારા હાથ ધરવામાં આવી છે. આ માટે છેલ્લા દોઢેક માસથી અવારનવાર વાહન વ્યવહાર બંધ કરી ખોદકામ કરવામાં આવી રહ્યું છે.




જેમાં પાણીની પાઇપ લાઇન તૂટી જતા લોકોને એકાદ સપ્તાહ સુધી પાણી નહીં મળતા અને લાખો રૂપિયાના ખર્ચે માર્ગની સાઇડે નાંખવામાં આવેલ પેવર બ્લોક પણ કાઢી નંખાતા ગ્રામ પંચાયતને આર્થિક નુકસાન થયું હતું. આ દરમિયાન ગતરોજ સવારના સમયે થાલામા તળાવની સામે જેસીબીથી ખોદકામ ચાલતું હતું. તે સમયે ઘરેલુ ગેસની પાઇપ લાઇન તૂટતા ગેસનો જોરદાર ફુવારો ઉડતા અને આસપાસનાં વિસ્તારમાં મોટાપાયે ગેસ પ્રસરી જતા લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી. જેસીબીનો ઓપરેટરને પણ જેસીબી છોડીને ભાગવાની નોબત આવી હતી અને ગેસની દુર્ગંધથી લોકોમાં દહેશત ફેલાઇ હતી. બનાવની ગંભીરતા ને પગલે મામલતદાર, મદદનીશ TDO સહિતનાએ સ્થળ મુલાકાત કરી હતી અને ગ્રામ પંચાયત દ્વારા બનાવ અંગેનો અહેવાલ પણ સુપરત કરાયો હતો. (ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application