જુનાગઢ નરસિંહ મહેતા તળાવ પાસે હનુમાન દાદાની વર્ષો જુની મુતિૅ મળી આવી આવતાં લોકોના ટોળેટોળા જોવા માટે ઉમટયા હતા. જુનાગઢ નરસિંહ મહેતા તળાવ પાસે બેસતાં યુવકોને કેશોદ ના વૃધ્ધ બ્રાહ્મણ અશ્વિનભાઈ દવેએ આવી એવી વાત કરી હતી કે તેઓને ધણા સમયથી હનુમાનજી દાદા સપનામાં આવી કહી રહ્યા છે.
કે નરસિંહ તળાવ પાસે મારી વર્ષો જુની મુતિૅ સમાયેલી છે અને તેને ખોદકામ કરી બહાર કાઢો આવું વારંવાર દાદા મને સપનામાં આવીને કહી રહ્યા છે ત્યારે આ વૃદ્ધની વાત માની આ યુવાનોએ વૃધ્ધ અશ્વિનભાઈ એ કહ્યું તે જગ્યાએ જેસીબી વડે ખોદકામ કરતાં એક મોટી જુની મુતિૅ મળી આવી હતી અને આ વાત બહાર આવતાં જુનાગઢના અનેક લોકો આ સ્થળે દોડી આવ્યા હતા ત્યારે આ ઘોર કળિયુગમાં આ વાત બહાર આવતાં લોકોમાં એક ચમત્કાર થયો હોય તેવી ચર્ચાઓ થઈ રહી છે, ત્યારે આ વાત કરનાર અશ્વિનભાઈ એ મીડિયા ને જણાવ્યું હતું કે મારી વાત આવા યુગમાં કોને કહેવી અને અત્યાર ના લોકો મારી આ વાત માનશે કે નહીં તેવું મને લાગતું હતું પરંતુ આ સ્થળે બેસતાં લોકોએ મારી વાત માનતાં આ હકીકત બહાર આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application