Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ફૂલપુર બાદ સંતકબીરનગર અને હવે આઝમગઢમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અખિલેશની રેલીમાં ભીડ બેકાબૂ થઇ

  • May 22, 2024 

ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવની વધુ એક રેલીમાં હજારો લોકો ઉમટી પડયા હતા, જેને કારણે તેમની રેલીઓમાં નાસભાગ જોવા મળી રહી છે. અગાઉ ફૂલપુર બાદમાં સંતકબીરનગર અને હવે આઝમગઢમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અખિલેશની રેલીમાં ભીડ બેકાબૂ થઇ ગઇ હતી, જેને કારણે રેલીમાં ભારે નાસભાગ જોવા મળી હતી. ભારે ભીડના વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા હતા. અગાઉ રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે પ્રયાગરાજમાં રેલી યોજી તો એટલી બધી ભીડ હતી કે બંને નેતાઓએ ભાષણ આપ્યા વગર જ જતા રહેવુ પડયું હતું.


લોકો સ્ટેજ સુધી ધસી આવ્યા હતા. આ જ સ્થિતિ અખિલેશની વધુ એક રેલીમાં જોવા મળી હતી. આ પહેલા સંતકબીરનગરમાં અખિલેશની રેલીમાં મોટી સંખ્યામાં સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓ એકઠા થયા હતા અને બેરીકેડ્સ તોડી સ્ટેજ સુધી ધસી આવ્યા હતા. જેને કારણે અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. જેનો પણ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. લોકો અખિલેશ યાદવ સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરી રહ્યા હતા. દરમિયાન બિહારના છપરામાં ભાજપ અને આરજેડી કાર્યકર્તાઓ વચ્ચે હિંસાની ઘટનાઓ સામે આવી છે. હિંસા દરમિયાન ગોળીબાર પણ થયો હતો જેમાં આરજેડીના એક કાર્યકર્તાનું મોત નિપજ્યું હતું. જ્યારે બે લોકો ઘવાયા હતા.


જે બાદ પ્રશાસને હિંસાને અટકાવવા માટે સમગ્ર વિસ્તારમાં બે દિવસ માટે ઇન્ટરનેટ સસ્પેન્ડ કરી દીધુ હતું. આ હત્યાકાંડ બાદ પોલીસે ભાજપના નેતા રમાકાંત સોલંકી અને તેના ભત્રીજા રામ પ્રતાપની ધરપકડ કરી હતી. સાથે જ પોલીસે અન્ય છ લોકોને પણ અટકાયતમાં લીધા હતા. બીજી તરફ આ ઘટના બાદ સમગ્ર જિલ્લામાં હાઇ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. બંને જુથો વચ્ચે સામસામે કાંચની બોટલો પણ ફેંકવામાં આવી હતી. જેને કારણે પણ અનેક લોકોના માથા ફૂટયા હતા અને ઘાયલ થયા હતા. બીજી તરફ પશ્ચિમ બંગાળના મિંદાપોરમાં બોલીવૂડ અભિનેતામાંથી રાજનેતા બનેલા મિથુન ચક્રવર્તીના રોડ શો દરમિયાન પથ્થરમારો થયો હતો. રોડશો આગળ વધી રહ્યો હતો ભાજપના કાર્યકર્તાઓ અને મિથુન તેમજ ભાજપના નેતા અંગમિત્રા પૌલ નારા લગાવી રહ્યા હતા એવામાં અચાનક જ રોડ શો પર કાંચની બોટલો અને પથ્થરો ફેંકવાનું શરૂ થયું હતું. જે બાદ ભાજપના કાર્યકર્તાઓ અને હુમલો કરનારા બન્ને સામસામે આવી ગયા હતા. ભાજપે આ હુમલા માટે ટીએમસીને જવાબદાર ઠેરવી હતી, જોકે ટીએમસીએ દાવો કર્યો હતો કે અમારો આમા કોઇ જ હાથ નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application