નવસારીનાં જલાલપોરમાં વેસ્મા ગામમાં ધોળા દિવસે મંદિરમાં પ્રવેશી દાન પેટી ઉઠાવી તસ્કરો ફરાર થઈ જવાની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. બનાવની વિગત એવી છે કે, વેસ્મા ગામનાં ભૂરા ફળિયામાં આવેલા અંબા માતાનાં મંદિરમાં તસ્કરો પ્રવેશ્યા હતા.
જોકે બપોરનાં સમયે મંદિરમાં કોઈ ભક્તો હાજર ન હોય તેવા સમયે દાનપેટી ઉઠાવીને તસ્કરો ફરાર થઈ ગયા હતા અને આ ચોરીની ઘટનાથી ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. જયારે જિલ્લાનાં જલાલપુર તાલુકામાં અવધ રેસિડેન્સીમાં થયેલી ચોરી મામલે LCB પોલીસે મધ્યપ્રદેશથી ત્રણ આરોપીઓને ઝડપી પાડીને કેસ ઉકેલ્યો છે.
આમ પોલીસ પણ સમયાંતરે ચોરીના ગુનાઓ ઉકેલ રહી રહી છે જયારે હવે ગ્રામ્ય પોલીસનાં હદમાં આવતા વેસ્માં પોલીસ હદ વિસ્તારમાં થયેલ ચોરી ક્યારે ઉકેલાય છે અને દાન પેટી ઉઠાવી ફરાર થનાર તસ્કરો કયારે પકડાશે તેના પર ગ્રામજનોની નજર હોય એવું જોવા મળી રહ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500