સુરત શહેરમાં જન્માષ્ટમીની રંગેચંગે ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે દહીં હાંડીના કાર્યક્રમમાં લોકોનું ધ્યાન ખેંચવા માટે સ્ટંટ કરતાં એક યુવકનો ચહેરો દાઝી ગયો હતો. સમગ્ર ઘટના બાદ લોકોમાં ડરનો માહોલ પેદા થયો હતો. જોકે યુવકનો ચહેરો બચી ગયો હતો. જન્માષ્ટમી નિમિત્તે દહીં હાંડીના કાર્યક્રમ દરમ્યાન સ્ટંટ કરવા જતા ગોવિંદા દાઝી ગયો હતો. મોઢામાં જ્વલનશીલ પ્રવાહી નાંખી આગ ઓકવા જતા ઘટના બની હતી. આગની જ્વાળા યુવકના મોઢા પર લાગી જતા માંડ માંડ યુવક બચ્યો હતો.
ઉધના વિસ્તારમાં દહીંહાંડીના કાર્યક્રમ દરમ્યાન આ ઘટના બની હતી. ઘટના બાદ સૌ કોઈ લોકો ચોંકી ઉઠ્યા હતાં. જોખમી સ્ટંટ કરતા લોકો સામે કાર્યવાહીની પણ માંગ લોકો દ્વારા કરવામાં આવી હતી. જોકે આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં તેને ટૂંકી સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી. ચહેરા પર વધુ ગંભીર નુકસાન ન થયું હોવાથી લોકોએ હાશકારો અનુભવ્યો હતો. કોલેજ કેમ્પસમાં યુવાનો ગોવિંદા રે ગીત પર મોજ-મસ્તી કરી રહ્યા હતા.
તે દરમિયાન કેટલાક યુવકો પિરામિડ આકારમાં એક પર એક ઊભા રહીને એક યુવક આગથી સ્ટંટ કરી રહ્યો હતો. યુવકે આગની જ્વાળા સળગાવતાં તેના મોઢા સુધી આવી ગઈ હતી અને તેને લપેટામાં લઈ લીધો હતો.સદનસીબે ગણતરીની સેકન્ડોમાં જ આગ ઓલવાઈ જતાં યુવકને વધુ ઈજા થઈ ન હતી. આ પ્રકારના સ્ટંટ ઘણી વખત સ્ટંટ કરનાર અને તેની આસપાસ ઊભેલા લોકો માટે પણ જોખમી પુરવાર થાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500