Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પોલીસ વાહન ચેકીંગમાં ટ્રકમાંથી લાખો રૂપિયાનો દારૂનો જથ્થો મળી આવ્યો

  • December 14, 2023 

વડોદરા શહેર જિલ્લામાં આગામી ક્રિસમસ અને તારીખ 31 ડિસેમ્બરની ઉજવણીમાં દારૂની રેલમછેલ થતી રહેતી હોય છે ત્યારે તેને રોકવા માટે પોલીસ એક્શનમાં આવી છે જોકે તાલુકા પોલીસે સેવાસી પાસેથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તારીખ 31 ડિસેમ્બરની ઉજવણીમાં દારૂની રેલમછેલ કરવા બુટલેગરો સક્રિય બન્યા છે તો બીજી બાજુ પોલીસને પણ જ્યાં જ્યાં જાણકારી મળે છે ત્યાં ત્યાં દરોડા પાડી દારૂનો જથ્થો ઝડપી પાડવા ટીમો બનાવી કાર્યવાહી કરવામાં આવી રહી છે.



જયારે વડોદરા જિલ્લા પોલીસ હસ્તકના તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારીઓને મળેલી બાતમીના આધારે મોડી રાત્રે તાલુકા પોલીસે મોડી રાત્રે સેવાસી ચેકપોસ્ટ પાસેથી પસાર થતી ટ્રકોનું ચેકિંગ કરતા એક ટ્રકમાં દારૂનો જથ્થો ભરેલો જણાઈ આવ્યો હતો. તાલુકા પોલીસે સેવાસી ચેકપોસ્ટ પરથી ઝડપી પાડેલા દારૂના જથ્થાની કિંમત અંદાજે રૂપિયા ચાર લાખથી વધુની હોવાનું જાણવા મળે છે આ જથ્થો  ક્યાંથી આવ્યો અને કોના ત્યાં ઉતારવાનો હતો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application