વડાપ્રધાન મોદી દિવાળીના પાવન પર્વના દિવસે ગુજરાતની મુલાકાતે છે. વડાપ્રધાન સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે કેવડિયાની મુલાકાતે છે. વડાપ્રધાનની ગુજરાત મુલાકાત દરમિયાન ઘણાં અધિકારીઓ અને પોલીસ જવાનો દિવાળીના દિવસે પોતાની ફરજ બજાવી રહ્યાં છે. એવામાં આવા જ એક ફરજ બજાવનાર પોલીસ જવાનના ઘરે દિવાળીના દિવસે માતમ છવાઈ ગયો છે. વડાપ્રધાનની મુલાકાત દરમિયાન નર્મદાના એકતાનગરના PSIનું ફરજ દરમિયાન હાર્ટ એટેકથી મોત થતાં સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
સરદાર પટેલની જન્મ જયંતિ નિમિતે સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે એકતા પરેડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મૂળ નર્મદાના રહેવાસી PSI સનભાઈ વસાવા દેડીયાપાડાના વતની છે. સુરત ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવનવાર PSI સનભાઈ વસાવા આ દરમિયાન ફરજ પર હતાં. તેઓ છેલ્લાં બે દિવસથી એકતા પરેડને લઈને સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે ફરજ બજાવી રહ્યાં હતાં. ઉજવણી પૂર્ણ થયાં બાદ PSIને હાર્ટએટેક આવ્યો હતો. PSI વસાવાને હાર્ટ એટેક આવતાં તાત્કાલિક ધોરણે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવતા હતાં. જોકે હોસ્પિટલ પહોંચતા જ ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યાં હતાં. દિવાળીનો પાવન પર્વે PSIનાં પરિવારમાં માતમ છવાઈ ગયો છે. હાલ, પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application