Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અંકલેશ્વર ત્રણ રસ્તા નજીક ડમ્પરનું ટાયર ફાટયાં બાદ ડમ્પર વાહન ચાલકો માટે નડતરરૂપ થયું

  • June 09, 2022 

અંકલેશ્વરના ત્રણ રસ્તા ઉપર ટાયર ફાટી જતાં રસ્તાની વચ્ચે પડી રહેલું ડમ્પર અન્ય વાહન ચાલકો માટે નડતર થયું હતું. જોકે ડમ્પરનાં કારણે 16 કલાકથી વધારે સમય સુધી વાહન ચાલકોને ટ્રાફિકજામની સમસ્યાનો સામનો કરવો પડયો હતો. બનાવની વિગત એવી છે કે, અંકલેશ્વર શહેરનાં ત્રણ રસ્તા નજીક મુખ્ય માર્ગ ઉપરથી પસાર થતાં ડમ્પરનું ટાયર ફાટી ગયું હતું. ટાયર ફાટી ગયાં બાદ ડ્રાયવર ડમ્પરને રસ્તા પર જ મુકીને ચાલ્યો ગયો હતો.



જયારે કલાકો સુધી ડમ્પર રસ્તા પર પડી રહેતાં ટ્રાફિકની સમસ્યા ઉભી થઇ હતી અને આ મુખ્યમાર્ગ હોવાના કારણે રોજના હજારો વાહનો અહીંથી પસાર થાય છે તેમજ ડમ્પર વચ્ચે હોવાથી વાહન ચાલકોને પસાર થવામાં તકલીફ પડતી હતી. આટલું ઓછું હોય તેમ લોકોએ વાહનો પણ ડમ્પરની નજીકમાં પાર્ક કરી દીધાં હતાં. અંકલેશ્વર શહેરમાં દિવસ–રાત ભારદારી વાહનોની અવર જવર રહેતી હોય છે.



તેમજ રસ્તાઓ પર દબાણો તથા આડેધડ પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બની છે. અગાઉ શહેરમાં આવતાં ભારદારી વાહનો પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હતો પણ અત્યારે ભારદારી વાહનો બિન્દાસ્ત રીતે અવર જવર કરી રહયાં છે. ભારદારી વાહનો ટ્રાફિક જામ તથા અકસ્માતો નોંતરી રહયાં હોવાથી આવા વાહનોને શહેરમાં આવતાં રોકવામાં આવે તેવી લોકો માંગ કરી રહયાં છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application