ડમીકાંડના મુદ્દા પર યુવરાજસિંહ જાડેજાનું નામ આવતા ચકચારી મચી છે ત્યારે તેની ધરપકડ બાદ 7 દિવસના રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યો છે. આ વચ્ચે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પહેલી વખત આ મુદ્દે વાત કરતાં જણાવ્યું કે, જે વ્યક્તિ ડમી કૌભાંડની વાત કરતો હોય એ વ્યક્તિ જ પોલીસ તપાસમાં ગુનેગાર સાબિત થાય એ મોટી ઘટના છે.
આ સાથે જ રાજકીય વ્યક્તિના નામ અંગે યુવરાજસિંહે કરેલા દાવા અંગે પાટીલે કહ્યું કે, રાજકીય વ્યક્તિના નામ આપવા અને પુરાવા આપવા તેમાં ઘણો ફેર હોય છે. યુવરાજે નામ આપ્યા પણ કોઈ પુરાવા આપી શક્યો નથી. જેના અંગે પોલીસ પણ ખુલાસા કરી ચુકી છે. આ મામલે પોલીસ વધુ તપાસ કરી માહિતી સામે લાવશે.
જ્યારે યુવરાજના અને તેની કામગીરી અંગે વાત કરતાં ભાજપ પ્રદેશ પ્રમુખે કહ્યું કે, યુવરાજે લોકો ને ડરાવી ધમકાવી રૂપિયા પડાવ્યા છે. જેના કારણે તેની ધરપકડ કરવામાં આવી છે. આ મામલો હાલ પોલીસ તપાસ હેઠળ છે અને જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે.આ પહેલાં ડમી ઉમેદવાર કાંડમાં રૂપિયાના તોડ કરવાની યુવરાજસિંહ ઉપર થયેલી ફરિયાદ બાદ મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહ્યું. ભાવનગર કોર્ટે યુવરાજસિંહને 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આજે ભાવનગરની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં યુવરાજસિંહને રજુ કરવામાં આવ્યો હતો જ્યાં તેના 14 દિવસના રિમાન્ડ માંગવામાં હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500