ગત 23 ઓગસ્ટના રોજ સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈ સ્વિમિંગ પૂલમાં મહિલા સાથે ન્હાતા હોય એવા ફોટા નીચે લખાણ સાથે ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા. જે અંગે ભારે વિવાદ થયો હતો. સુરત જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલયના ખાતમુહૂર્ત પ્રસંગે જ આ ફોટો વાઇરલ થતા રાજકીય ભૂકંપ સર્જાયો હતો.
જો કે આ ફોટો સંદીપ દેસાઈ અગાઉ તેમના મિત્ર સાથે ફરવા ગયા હોય ત્યારના વર્ષો જુના હોવાનું ખુલાસો આપ્યો હતો. ભારે વિવાદ બાદ ભાજપ મોવડી મંડળ સંદીપ દેસાઈના બચાવમાં ઉતરી આવ્યું હતુ અને રાજકીય કિન્નખોરી રાખી બદનામ કરવામાં આવ્યું હોવાના ખુલાસા કરવામાં આવ્યા હતા. દરમ્યાન સંદીપ દેસાઈએ બારડોલી પોલીસ મથકમાં અરજી આપી હતી જે અરજી આધારિત જિલ્લા LCBની ટીમે બારડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધી જે નંબરથી ફોટા વાયરલ કરવામાં આવ્યા હતા એ નંબર અંગે વિગતવાર તપાસ કરતા તે મોબાઈલ નંબર બલેશ્વર ખાતેના ફરહાન પાર્કમાં રહેતા અને એરટેલ કંપનીમાં સિમ એક્ટિવ કરવાનું કામ કરતા સંદીપ લોધીએ પોતાને ત્યાં બંધ થયેલા સીમનું રીએક્ટિવેશન કરાવવા આવેલા રામકેસ લલ્લુપ્રસાદ હરિજન નામના ગ્રાહક સાથે છેતરપિંડીથી તેનું સિમ એક્ટિવ થયું નથી તેમ જણાવી ફિંગર પ્રિન્ટ લઈ અન્ય એક સિમ એક્ટિવ કરી હિરેન ગુણવંતભાઈ દેસાઈને આપ્યુ હોવાનું બહાર આવ્યું છે જે બાદ આ સિમ ફોર્ચ્યુનર ગાડી ડ્રાઇવર તેમજ અન્ય એક સાગરીત સાથે GJ/05/JH/7980 લઈ નવસારીથી પલસાણા આવેલા આવેલ હિરેન દેસાઈને આપ્યું હતું.
પોલીસે આ ગુના સંદર્ભે સિમ ખરીદનાર હિરેન ગુણવંતભાઈ દેસાઈ તેમજ કારચાલક અને એક અજાણ્યા ઇસમને વોન્ટેડ જાહેર કર્યો છે તેમજ ડમી સિમ એક્ટિવ કરનાર બલેશ્વર ફરહાન પાર્કમાં રહેતા સંદીપ લોધી હાલ પોલીસે ધરપકડ કરી વધુ પૂછપરછ હાથધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ ગુનામાં ડમી સિમ ખરીદનાર નવસારીમો હિરેન દેસાઇ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે હિરેન દેસાઇ પોલીસના હાથ લાગ્યા બાદ જ સમગ્ર પ્રકરણની તપાસ આગળ ચાલે તેમ છે પોલીસ ફોર્ચ્યુનર ગાડી અંગે તપાસ કરતા ગાડી દીપેન શાહ નામના વ્યક્તિની હોવાનું બહાર આવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500