Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડુમસના દરિયામાં જાહજ માંથી ચાલતા ડીઝલ ચોરીના રેકેટનો પ્રદાર્ફાશ

  • December 30, 2020 

ડુમસ રોડ ગવીયરગામ અલ્ટ્રાટ્રેક કંપનીની બાજુમાં તાપી નદીના કિનારે ગઈકાલે સોમવારે પીસીબીઍ રેડ પાડી ડીઝલના ૨૦૦-૨૦૦ લીટરના ૧૧ બેરલો અને દરિયાઈ બોટ મળી કુલ રૂપિયા ૩.૭૩ લાખનો મુદ્દામાલ કબજે કરી ડીઝલ માફિયા તેજશ ઉર્ફે તેજા સહિત ત્રણ જણાને ઝડપી પાડી દરિયા માંથી જહાજમાંથી ડીઝલ ચોરીના ચાલતા રેકેટનો પ્રદાર્ફાશ કર્યો છે.

 

 

 

પીસીબીના જણાવ્યા મુજબ પોલીસ કમિશનર અજયકુમાર તોમરે શહેરમાં દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવુતિ અટકાવવા માટે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપી હતી. જે અંતર્ગત પીસીબી પીઆઈ ઍસ.જે.ભાટીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે વખતે હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્ર મોહનભાઈ અને કોન્સ્ટેબલ ભુપેન્દ્રસિંહ જશવંતસિંહઍ ઍવી બાતમીના આધારે  ગવીયરગામની સીમમાં અલ્ટ્રાટ્રેક સિમેન્ટ કંપનીની બાજુમાં તાપી નદીના કિનાર પાસે દરિયાઈ બોટમાં ૨૦૦ લીટરના મોટા બેરલો કોઈ ગેરકાયદેસર ચીજવસ્તુ હેરાફેરી કરી નદીના કિનારે સગેવગે કરી રહ્યા છે. જે બાતમીને પીઆઈ ઍસ.જે.ભાટીયાઍ વર્કઆઉટ કરી તેની ખરાઈ કરવા માટે ટીમ બનાવ્યા બાદ રેડનું આયોજન કયું હતું.

 

 

 

 

રેડમાં સ્થળ પરથી ચોરી કરેલા ડીઝલના જથ્થા સાથે ડીઝલ માફિયા તેજશ ઉર્ફે તેજા લાલજી પટેલ (ઉ.વ.૩૮,રહે,. ગવીયરગામ નવીઓળ ફળિયું) ગજેન્દર ઉર્ફે કરીયા ઉર્ફે કાલીયા રામસ્નેહી યાદવ (રહે, ગવીયર ગામ તાપી નદીના કિનારે ઝુપડામા, મૂળ બરકા, બૈજુતેલા, રીબીંગંજ, છપરા બિહારં) અને જીતેન્દર ભગવાન રાય (રહે, તાપી નદી કિનારે ઝુપડામાં)ને ઝડપી પાડ્યા હતા. પીસીબીઍ સ્થળ પરથી ૨૦૦-૨૦૦ લીટરના ડિઝલના ૧૧ બેરલો જેમાં કુલ ૨૨૦૦ લીટર ડીઝલ જેની કિંમત રૂપિયા ૧,૭૩,૮૦૦ અને ઍક દરિયાઈ બોટ મળી કુલ રૂપિયા ૩,૭૩,૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પીસીબીઍ આરોપીઓ પાસેથી દરિયાઈ બોટ અને ડીઝળના આધાર પુરાવાઓની માંગણી કરતા તેઓ રજુ કરી શક્યા ન હતા.

 

 

 

પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી તેમના વિરૂધ્ધમાં ડુમસ પોલીસમાં ગુનો દાખલ કર્યો હતો. વધુમાં સુત્રોના જણાવ્યા મુજબ ડીઝલ માફિયા તેજશ ઉર્ફે તેજા આણીમંડણી દ્વારા વર્ષોથી દરિયામાં આવતા મોટા જહાજામાંથી ડીઝલ ચોરી કરવામાં આવે છે. પીસીબીઍ ગઈકાલે રેડ પાડી કબજે કરેલો ડીઝલનો જથ્થો પણ જહાજમાંથી જ ચોરી કર્યો હોવાનુ કહેવાય છે.(ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News