રાજ્યના હવામાન વિભાગ દ્વારા તા.1લી ડિસેમ્બરથી બે દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. શિયાળાની શિઝનમાં પણ માવઠાના કારણે પોલીસ ભરતી પર તેની અસર થઈ છે. દક્ષિણ ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદના કારણે ભરુચ તથા વાવ, સુરત ખાતે તા.3 અને તા.4 ડિસેમ્બરે યોજાનારી શારીરિક કસોટી મોકૂફ રાખવામાં આવી છે. લોકરક્ષક ભરતી બોર્ડના પ્રમુખ હસમુખ પટેલે આ મામલે ટ્વીટ કરીને જાણકારી આપી છે. તેમણે ટ્વીટમાં લખ્યું કે, કમોસમી વરસાદના કારણે પોલીસ હેડ કવાર્ટર, ભરૂચ તથા SRPF ગૃપ-11, વાવ-સુરત ખાતે પો.સ.ઇ/લોકરક્ષકની તારીખ 3 અને 4 ડિસેમ્બર 2021નાં રોજ લેવાનાર શારિરીક કસોટી મોકુફ રાખવામાં આવી છે. ઉમેદવારોને શારીરિક કસોટીની નવી તારીખ હવે પછી જણાવવામાં આવશે.
રાજ્યના 96 તાલુકાઓમાં વરસાદ
નોંધનીય છે કે, મંગળવારે વચ્ચે મોડી રાત્રે સુરતમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિંત થયા છે. નવસારીમાં પણ વરસાદ પડ્યો હતો. એ ઉપરાંત મહીસાગર જિલ્લાના કેટલાક વિસ્તારો તથા પંચમહાલમાં પણ દાહોદ અને લીમડી સહિતના વિસ્તારોમાં માવઠું થયું છે. આજે સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 96 તાલુકાઓમાં વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ વરસાદ ગીર-સોમનાથ જિલ્લાના ઉના તથા સુરતના ઉમરપાડામાં ખાબક્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500