તાપી જિલ્લામાં વરસાદ મન મુકેને વરસતા જિલ્લાનાં તમામ તાલુકામાં ઠેર-ઠેર પાને ભરાયાની સ્થિતિ જોવા મળી રહી છે. જયારે ડોલવણ તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી પડતા ધોધમાર વરસાદને પગલે લોકોનું જનજીવન ખોરવાયું છે. તેમજ ઠેર ઠેર પાણીઓ ભરાઈ જતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં ડોલવણનાં દાદરી ફળીયામાં કોઝ-વે ચેકડેમ પર પાણી ભરાઈ જતાં ચકરાવો કરવો પડ્યો હતો. ડોલવણ દાદરી ફળિયામાં વોર્ડ નંબર-1 પંદરથી વીસ જેટલા ઘરો આવેલા છે. દાદરી ફળીયામાં બનાવવામાં આવેલા કોઝ-વે ચેકડેમ પર પાણી ભરાઈ જતા શાળામાં ભણતા વિદ્યાર્થીઓ, ખેડૂતો અને પશુ-પાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ડોલવણનાં દાદરી ફળીયાના લોકોનો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા આપવા માટે ડોલવણ ચાર રસ્તા પર આવવું પડે છે. પરંતુ કોઝ-વેમાં પાણી ભરાઈ જતાં લોકોએ જીવના જોખમે આવતા મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જયારે દાદરી ફળિયાના આગેવાનએ ગ્રામ પંચાયતમાં વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ સંબંધિત તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ નથી. જેને પગલે લોકોમાં રોષ ફેલાયો છે. ડોલવણ દાદરી ફળિયામાં રહેતા વિધાર્થીઓ, પશુપાલકો, ખેડૂતો અને ખેતમજૂરોએ બે કિલોમીટર ફેરો કરવો પડે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application