મહારાષ્ટ્ર રાજ્યમાં ચાલતા મરાઠા અનામત આંદોલનની અસર ગુજરાતના યાત્રાળુઓ અને મુસાફરોને થઈ રહી છે. ગુજરાત એસટી નિગમ દ્વારા ગુજરાતના સુરત, અમદાવાદ, વડોદરા, દાહોદ, રાજકોટ, ભાવનગરથી મહારાષ્ટ્રના પ્રવાસન અને ધાર્મિક સ્થળો તેમજ અન્ય મોટા શહેરોમાં નાસિક, શિરડી, ઔરંગાબાદ, માલેગાંવ, સપ્તશ્રૃંગી અને પુણે જતી બસોને સાપુતારામાં રોકી દેવાની જાહેરાત કરવામાં આવી છે
સામાન્ય રીતે આવા આંદોલનો દરમિયાન ઘણી વખત સરકારી બસોને સળગાવાતી હોવાના અને પથ્થરમારો કરી નુકસાન પહોંચાડવામાં આવતા હોવાના બનાવો બનતા હોય છે ત્યારે મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ રૂટ ઉપર ચાલતી તમામ બસોને ગુજરાત બોર્ડર પરના સાપુતારામાં રોકવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યાં સુધી આગળની સૂચના નહીં મળે ત્યાં સુધી આ રૂટની તમામ બસો માત્ર સાપુતારા સુધી જ ચાલશે. નિગમના આ નિર્ણયને કારણે ગુજરાતના પ્રવાસીઓ સાપુતારામાં અટકી પડ્યા છે.
જ્યારે એસટી નિગમને કરોડો રૂપિયાનું નુકસાન થવાની શકયતા જોઇ શકાય છે. સમગ્ર ગુજરાતમાંથી મહારાષ્ટ્ર તરફ જતી 25 થી વધુ બસ સાપુતારા અટકાવી દેવાતા 1 હજાર મુસાફરોએ ખાનગી વાહનોનો આશરો લઇ મુસાફરી કરવાની નોબત આવી હતી. સાપુતારામાં અટકાવી દેવાયેલી ગુજરાતની એસ.ટી. બસ. ઉપલી કચેરીના મેસેજથી કાર્યવાહી મહારાષ્ટ્રમાં આંદોલનને કારણે ઉપલી કચેરીએથી મેસેજ મળ્યો છે કે, હાલ મહારાષ્ટ્રમાં એક પણ બસ સેવા ચાલુ રાખવાની નથી. જ્યાં સુધી ફરીથી આદેશ ન મળે તયાં સુધી સાપુતારામાં જ બસ રહેશે એવી માહિતી મળી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500