રાજપીપળા સહીત નર્મદા જિલ્લામાં હાલ બેવડી ઋતુના કારણે લોકો બીમાર પડી રહ્યા છે.સવારે અને રાત્રે ઠંડીનું વાતાવરણ અને દિવસ દરમિયાન ગરમી પડતા સરકારી તેમજ ખાનગી દવાખાના દર્દીઓ થી ઉભરાઈ રહ્યા છે.જેમાં વાયરલ ઇન્ફેકશન તકલીફ વાળા દર્દીઓ વધતા જોવા મળે છે.
એક તરફ કોરોના અને બીજી તરફ વાયરલ માં અમુક લોકોને કોરોના નો ભય સતાવી રહ્યો છે.
રાજપીપળા સિવિલ હોસ્પિટલ માં હાલ દર્દીઓ ની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે રોજની અંદાજે 200 દર્દીઓની ઓપીડી હાલ જોવા મળે છે.
જેના કારણે ઓપીડી,લેબોરેટરી,સહિત ના વિભાગો માં ભારે ભીડ રહે છે.ત્યારે કોરોના વચ્ચે આ ભીડ પણ ક્યારેક જોખમી સાબિત થઈ શકે તેમ જણાઈ રહ્યું છે.( ભરત શાહ દ્વારા રાજપીપળા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500