સરકાર દ્વારા ઢોર નિયંત્રણ કાયદો લાવતા માલધારી સમાજ દ્વારા સમગ્ર ગુજરાતમાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો જેમાં માલધારી સમાજ જે દૂધ વિતરણ કરનાર વિક્રેતાઓ છે અને જે નાના અને મોટા પાયે દૂધનું વેચાણ કરે છે તેમના દ્વારા દૂધ વેચવા અંગે હડતાળ પાડવામાં આવી હતી અને અફવાઓનું બજાર ગરમ થતાની સાથેજ સુરત શહેરના રેલ્વે સ્ટેશન પાસે આવેલી સુમુલ ડેરી ખાતે અડધી રાત્રે થીજ મોટી સંખ્યામાં લોકોની દૂધ લેવા પડાપડી જોવા મળી હતી અને તે પાડા પડી વહેલી સવારે પણ દેખાઈ હતી...
મહત્વનું છે કે... જોકે સુમુલ દ્વારા લોકોને સમયસર દૂધ મળશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી છતા પણ લોકો મોટી સંખ્યામાં દૂધ લેવા માટે પાડા પડી કરી રહ્યા હતા અને સુમુલ ડેરી ખાતે મોટી સંખ્યામાં લોકો દૂધ લેવા આવતા હોય ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પહેલાથીજ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો...
જો કે સમગ્ર સુરત શહેરમાં માલધારી સમાજના લોકો દ્વારા ગઈકાલ થીજ જાણે વિરોધ શરુ કરી દીધું હોય તેમ સતત દુધના વહાનોને રોકી તેની તોડફોડ શરુ કરવામાં આવી હતી અને તમામ દૂધ ને રસ્તે ફેકી દેવાનું કામ પણ કરવામાં આવ્યું હતું,ગત મોડી રાત્રીની જો વાત કરવામાં આવે તો સુરત શહેરના ચોક બજાર થી પસાર થતો શહેરનો જુનો બ્રિજ એટલે હોપપુલ ઉપર પણ માલધારીઓ દ્વારા દુધના ટેમ્પોને રોકી ને સમગ્ર દુધને તાપી નદીમાં ફેકી દેવાની ચોકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી...
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500