ઉત્તરાખંડમાં સતત વરસી રહેલા વરસાદ આફત બની રહ્યો છે. ભારે વરસાદ બાદ સતત થઈ રહેલા ભૂસ્ખલનનાં કારણે ગંગોત્રી ચારધામ યાત્રા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ગંગોત્રી ચારધામ યાત્રા ઉપર વહીવટી તંત્ર દ્વારા આગામી બે દિવસ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બીજી તરફ ચારધામ યાત્રા ઉપર જનારા શ્રદ્ધાળુઓને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે વરસાદને અનુલક્ષીને એલર્ટ જાહેર કર્યું છે.
ઉત્તરાખંડનાં અનેક જિલ્લાઓમાં બીજા દિવસે વરસાદ લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ શનિવારનાં રોજ ઉત્તરકાશી, ચમોલી, બાગેશ્વર, પિથૌરાગઢ, ઉધમસિંહનગર અને હરિદ્વાર જિલ્લામાં ક્યાંક-ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે.
ઉત્તરાખંડમાં છેલ્લા બે દિવસથી ચાલુ વરસાદનાં કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. ચારધામ યાત્રા રૂટ સહિત હાઈવે બંધ થવાના કારણે દરેક જગ્યાએ યાત્રીઓ ફસાઈ ગયા છે. પોલીસ-પ્રશાસન દ્વારા બંધ રસ્તાઓને ખોલવાની કામગીરી ચાલી રહી છે પરંતુ હવામાન સતત અવરોધરૂપ બની રહ્યુ છે.
ઉત્તરકાશી જિલ્લામાં વરસાદનાં કારણે ભટવાડીથી આગળ હેલગુગડ પાસે છેલ્લા 40 કલાકથી બંધ પડેલો ગંગોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગને વાહનોની અવર-જવર માટે ખોલી દેવામાં આવ્યો છે. હાઈવે ખુલ્લો થતા હજારો ફસાયોલા યાત્રીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. આ સાથે જ ગંગોત્રી ધામની યાત્રા ફરીથી શરૂ થઈ ગઈ છે. ભારે વરસાદનાં કારણે ગત બુધવારનાં રોજ હેલગુગડ પાસે ભારે કાટમાળ આવતા ગંગોત્રી હાઈવે બંધ કરી દેવામાં આવ્યો હતો.
જોકે ધોરીમાર્ગ થોડીવાર ખુલ્લો મુકાયા બાદ ગુરૂવારના રોજ સવારે બંધ કરી દેવામાં આવ્યો હતો. હવે ધોરીમાર્ગ ખુલ્લો કરાયો છે. શુક્રવારના રોજ બપોર બાદ ડાબરકોટ પાસે કાટમાળ આવતા યમુનોત્રી હાઈવે પરનો વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો. NH બડકોટની JCB મશીન સ્થળ પર પહોંચી ગયું છે અને હાઈવેને પુનઃસ્થાપિત કરવામાં લાગેવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500