છેલ્લા ઘણા દિવસથી સિક્કિમમાં હિમવર્ષા થઈ રહી છે. આ કારણે ઠેર ઠેર બરફનાં થર જામી ગયા છે. હિમ વર્ષાને કારણે વાહન ચલાવવામાં મુશકેલી પડી રહી છે. આ જ કારણે સિક્કિમમાં અનેક મુસાફરો ફસાયા હતા. આ તમામ મુસાફરોને સલામત રીતે બચાવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે સેના સાથે મળીને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. સિક્કિમમાં ભારે હિમ વર્ષાનાં કારણે લગભગ 900 પ્રવાસીઓ અટવાયા છે. આ તમામ 89 વાહનોમાં ગઈકાલ સાંજે નાથુ લા અને ત્સોમગો તળાવથી ગંગટોક પરત ફરી રહ્યા હતા.
પોલીસે સેના સાથે મળીને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં 15 વાહનોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. પ્રવાસીઓ ગંગટોકથી 42 કિમી દૂર રસ્તામાં ફસાયેલા છે. સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે બરફ ધીમે ધીમે હટાવવામાં આવી રહ્યો છે અને પ્રવાસીઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે. અધિકારીએ જણાવ્યું હતું કે, કેટલાક પ્રવાસીઓને નજીકના આર્મી કેમ્પમાં સમાવી શકાય છે. પૂર્વ સિક્કિમમાં ભારે હિમવર્ષાને કારણે વહીવટીતંત્રે થોડા દિવસો પહેલા નાથુલા અને ત્સોમગો તળાવ માટે પાસ આપવાનું બંધ કરી દીધું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application