Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પોરબંદરમાં ભારે વરસાદનાં કારણે પૂરનાં પાણી રેલવે ટ્રેક પર આવી જતાં પાટાનું ધોવાણ થયું

  • July 20, 2024 

પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે તેથી અનેક જગ્યાએ પૂરના પાણી રેલવે ટ્રેક પર ફરી વળ્યા છે જેના કારણે પાટાનું ધોવાણ થતા દિલ્હી-પોરબંદર ટ્રેનને ભાણવડ ખાતે અટકાવી દેવાની ફરજ પડી હતી. તે ઉપરાંત પણ અનેક ટ્રેનોને અસર થઇ છે. વેસ્ટર્ન રેલવે ભાવનગર ડિવિઝનના પોરબંદર-કાનાલુસ સેકશનમાં ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે પોરબંદર સ્ટેશનથી દોડતી અને પોરબંદર સ્ટેશન જતી ટ્રેનોને અસર થઇ છે.


શહેર અને જિલ્લામાં ભારે વરસાદના કારણે રેલવે ટ્રેકના અનેક જગ્યાએ ધોવાણ થયા છે. પોરબંદરથી ભાણવડ વચ્ચે અનેક જગ્યાએ રેલ્વે ટ્રેકની ઉપરથી અને નીચેથી પૂરના પાણી પસાર થઇ રહ્યા હોવાથી નીચેનો ટેકો અને કોંક્રિટ વગેરે પાણીમાં વહી ગયા છે જેના કારણે પાટાનું ધોવાણ થઇ ગયુ છે.


દિલ્હી-પોરબંદર ટ્રેન ભાણવડ સુધી પહોંચી ત્યારબાદ પોરબંદર આવી ન હતી કારણ કે પોરબંદરના મોટા ભાગના વિસ્તારોમાં 12થી 15 ઇંચ અને કયાંક તો તેનાથી પણ વધારે વરસાદ વરસ્યો છે તેથી ઉદ્યોગનગરની ઓરીએન્ટ ફેકટરી પાસેના ઓવરબ્રીજ પાસે પણ પાટાનું ધોવાણ થયુ હોવાથી આ રેલવે ટ્રેક પણ બંધ થઇ ગયો છે. જેના કારણે ટ્રેન પસાર થાય તો કોઇ ગંભીર દુર્ઘટના ઘટે તેવી શકયતા જણાતી હોવાથી હાલમાં આ રેલ્વે ટ્રેકનો રૂટ બંધ કરી દેવાની ફરજ પડી છે અને પાટાનું સમારકામ ચાલી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application