નવસારી શહેરમાં ઉપરવાસમાં વરસાદને કારણે પૂર્ણા નદી બે કાંઠે વહેતા પૂર આવ્યો હતો જેને કારણે નદીની આસપાસનાં વિસ્તારોમાં પાણી ભરાયા હતા બે દિવસ બાદ પાણી ઉતરતા નીચાણવાળા વિસ્તારોમાં સાફ-સફાઈ શરૂ થઈ હતી ત્યારે હિદાયત નગરમાં ચાર જેટલા મકાનોની પાછળ આવેલા વાડાનું ધોવાણ થતા તે ધસી પડ્યા હતા. જેથી રહેવાસીઓમાં ભય આપી ગયો હતો. જયારે ધસમતા પૂરના પ્રવાહને કારણે અનેક ઘરોને નુકસાન થયું છે કાચા મકાનોનું ધોવાણ થતા તેમાં રહેતા રહેવાસીઓને માથે સંકટ તોળાય રહ્યું છે, પૂર્ણા નદીનાં આસપાસ વસેલા વિસ્તારોમાં દર વર્ષે પાણી ભરાય છે.
જેને કારણે પાણીના પ્રવાહથી મકાનોનો પાયો કાચો બને છે અને સમયાંતરે મકાનનો કાટમાળ ઘસી પડે છે ત્યારે આવા વિસ્તારમાં વસતા રહેવાસીઓએ દર વર્ષે ઘરની મરામતનો ખર્ચો માથે પડે છે. વર્ષોથી જર્જરિત ઇમારતો વસવાટ કરતા રહેવાસીઓને પાલિકાએ નોટિસ આપી તેને ખાલી કરવાનો આદેશ કરવા છતાં પણ શહેરમાં અનેક જર્જરીથી ઈમારતો ધમધમી રહી છે સાથે જ કુદરતી આફત રૂપે આવતા પૂરને કારણે જર્જરીત ઈમારતોમાં વધુ નુકસાન થવાથી તે કોઈપણ સમયે ધરાશાય થવાની સંભાવના ધરાવે છે ત્યારે આવા મકાનોમાં વસતા રહેવાસીઓએ સાવચેતી રાખવી સમયની માંગ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application