Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માંગરોળમાં ભારે વરસાદનાં કારણે ભૂખી નદી કિનારાનાં નજીકનાં બજેટ ફળિયામાં પાણી ભરાતા SDRFની ટીમે લોકોનું રેસ્કયુ કરાયું

  • July 24, 2024 

સુરતનાં માંગરોળ તાલુકામાં ભારે વરસાદનાં પગલે ભૂખી નદી કિનારાનાં નજીકનાં બજેટ ફળિયામાં મધરાતે પાણી ભરાતા SDRFની ટીમે 21 વ્યકિતઓનું રેસ્કયુ કરીને સલામત સ્થળે સ્થળાંતર કરાવ્યું હતું. સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં રાત્રીના ચાર ઈંચ વરસાદ વરસતા ઠેર-ઠેર પાણી ભરાતા તત્ર દોડતું થયું હતું. માંગરોળ તાલુકાના વાંકલ ગામે પસાર થતી ભુખી નદી કિનારે બોરીયા પુલ ખાતે આવેલા બજેટ ફળિયામાં રાત્રીના 2.00 વાગ્યે ઘૂંટણસમા પાણી ભરાયા હતા. જેની તત્કાલ જાણ માંગરોળના નાયબ મામલતદાર, તલાટી સહિતના અધિકારીઓએ SDRFની ટીમને કરી હતી. જેથી વહેલી સવારે એસડીઆરએફની ટીમ દ્વારા 10 મહિલાઓ, 9 પુરુષો તથા બે બાળકો મળી 21 વ્યકિતઓ તથા પશુઓને રેસ્કયુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application