હવામાન વિભાગની આગાહી મુજબ સુરત જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી ઠેરઠેર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે નદી નાળાં છલકાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેના લીધે તંત્ર સતત દોડતું રહ્યું છે. વરસાદમાં ઠેર-ઠેર પાણી ભરાઈ જતા કેટલાંક રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે.
છેલ્લા ચોવીસ કલાકમાં પડેલા વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગના પંચાયત હસ્તકના માંડવી તાલુકાનાં 6 જેટલા કોઝવે પર પાણીના ઓવરટોપીંગના કારણે સુરક્ષાના કારણોસર રસ્તાઓ બંધ કરાયા છે. જેમાં વરેહ ખાડી પર આવેલ દેવગઢ લુહારવડ રોડ, કોલખડી, અંધારવાડી લીમ્ધા રોડ, મોરીઠા કાલિબેલ રેગામ રોડ, ગોડસંબા કરવલ્લી ટીટોઈ સાલૈયા વલારગઢ રોડ, લોકલ ખાડી અને વાવ્યા ખાડી પરના ઉશ્કેર મુંજલાવ બૌધાન રોડના બે રસ્તાઓ મળી કુલ 8 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જેના વિકલ્પ તરીકે ગ્રામજનો વૈકલ્પિક રસ્તાઓ ઉપયોગ કરી શકશે તેવી વિગતો આર.એન.બી. પંચાયત પાસેથી પ્રાપ્ત થઈ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500