Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Rain Update : પારડીમા ભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ, નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના ઘરોમા પાણી ઘુસ્યા

  • August 25, 2024 

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી 3-3 સાઈક્લોનિકલ સર્ક્યુલેશન સિસ્ટમ એક્ટિવ થતાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે પણ બે ત્રણ દિવસથી રેડ એલર્ટ જાહેર કર્યું હતું. ગતરોજ સુરતના ઉમરપાડા 12 તથા વિજાપુરમાં લગભગ 8 ઈંચ સુધી વરસાદ ખાબક્યાં બાદ વાપી-વલસાડનો વારો પડી ગયો છે. અત્યાર સુધીમાં વાપીમાં 13 ઈંચ જેટલો વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે.


મોટી સંખ્યામાં લોકોએ સુરક્ષિત સ્થાનોએ ખસી જવાની ફરજ પડી હતી. લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળ્યું હતું. તાજેતરના આંકડાઓ અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ 13 ઈંચ સુધી વાપીમાં ખાબક્યો હતો. જ્યારે કપરાડા, પારડીમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા અને લોકોમાં ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા. જ્યારે સુરતના ઉમરપાડામાં ફરી એકવાર મેઘરાજાએ ધબધબાટી બોલાવતાં 24 કલાકમાં 12 ઈંચથી વધુ વરસાદ વરસી ગયો હતો.


રાજ્યમાં લગભગ 234 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી હતી. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 234 તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળતાં અનેક જિલ્લાઓમાં તો જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જેના પગલે રાજ્યના જળાશયોમાં 73 ટકા સુધી જળસપાટી વધી ગઇ હતી. જયારે 53 જેટલાં તો ઓવરફ્લો થઈ ગયા હતા. નદી-નાળામાં પણ પાણીના નવા નીર આવી ગયા હતા. અનેક નદીઓ ગાંડીતૂર બની હતી અને ખતરાના નિશાનથી ઉપર વહેવા લાગી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application