નવસારી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં વિરામ બાદ ફરી વરસાદ વરસતા ખેતીને નવ જીવન મળ્યું છે. તેમજ ઉપરવાસમાં પણ ભારે વરસાદને પગલે જિલ્લાની નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. શહેરની પૂર્ણા નદી 18.50 ફૂટે વહેતી થઈ છે. નવસારીમાં સવાર સુધીમાં પુરા થતા 24 કલાકમાં પડેલા વરસાદના આંકડાઓ પર નજર કરીએ તો નવસારીમાં 27 મિમી (1.12 ઇંચ), જલાલપોરમાં 24 મિમી (1 ઇંચ), ગણદેવીમાં 37 મિમી (1.54 ઇંચ), ચીખલીમાં 53 મિમી (2.20 ઇંચ), ખેરગામમાં 94 મિમી (3.91 ઇંચ), વાંસદામાં 48 મિમી (2 ઇંચ) વરસાદ નોંધાયો છે. છેલ્લા બે દિવસમાં નવસારી જિલ્લામાં 3.5 ઇંચ અને ડાંગ જિલ્લામાં સાડા 8 ઇંચ વરસાદ ખાબક્યો છે. અગાઉના 1 મહિના દરમિયાન પડેલા વરસાદ કરતા પણ વધુ હતો. છેલ્લા એક મહિનાથી નવસારી જિલ્લામાં લગભગ નહિવત વરસાદ પડ્યો હતો. નવસારી ઉપરાંત ડાંગ જિલ્લામાં આગાહી મુજબ સારો વરસાદ પડવાની શરૂઆત થઈ હતી જયારે શુક્રવારે મધરાત સુધી સમયાંતરે વરસાદ વરસી રહ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application