અરબી સમુદ્ર પર સર્જાયેલ વાવાઝોડાનાં પગલે સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં દરિયા કાંઠે આગામી તારીખ 9 જુન અને 10 જુનનાં રોજ 30-40 કી.મી કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે હળવો વરસાદ તેમજ વીજળી પડવાની ઘટના બની શકે તેવી હવામાન વિભાગે આગાહી કરતા તંત્ર એલર્ટ કરાયું છે. સુરત ફ્લડ સેલનાં જણાવ્યા મુજબ IMDની આગાહી મુજબ હાલ દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં ડીપ્રેશન સર્જાયેલ છે.
જેનું લોકેશન પોરબંદરથી 1160 કી.મી.ના અંતરે દક્ષિણમાંછે. જે ઉતર દિશામાં ગતી કરી રહ્યુ છે, જે આગળ જતાં Cycloneમાં પરીવર્તીત થઈ શકે. હાલ તેની અસર કર્ણાટક, ગોઆ, મહારાષ્ટ્ર પર થઈ શકે. તેનું મોનીટરીંગ થઈ રહ્યું છે. આમ છતાં માછીમારો માટે સલાહ છે કે, અરબ સાગરમાં ન જાય તેમજ દરીયામાં ગયેલા માછીમારો કાંઠે પરત આવી જાય.
તેમજ તારીખ 9 જુન અને 10 જુનનાં રોજ સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં દરીયાકાંઠે 30-40 કી.મી./કલાકની ઝડપે પવન ફૂંકાય શકે છે. હળવો વરસાદ તેમજ વીજળી પડવાની ઘટના બની શકે છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના બંદરો પર સિગ્નલ નં-2 જાહેર કરવામાં આવેલ છે.
IMDની આગાહી અને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી મળતી રહેતી અદ્યતન સૂચનાઓથી જિલ્લાનાં વહીવટી તંત્રને માહિતગાર કરવામાં આવી રહ્યા છે, સબંધિત જિલ્લા કક્ષાના અને તાલુકા કક્ષાના અધિકારીઓને પોતાના વિભાગ અંગેના સાવચેતીના પર્યાપ્ત પગલા લેવા વિનંતી છે. વરસાદનાં કારણે અનાજનાં ગોડાઉનમાં રહેલ અનાજ ન બગડે તે માટે પુરવઠા વિભાગને વિનંતી છે
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500