Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

શરાબનાં નશામાં ધૂત ASIએ એક પછી એક જાહેરમાં 28 વાર અંધાધૂંધ ફાયરિંગ કર્યું, બુલેટપ્રૂફ જેકેટ પહેરી પોલીસ કર્મચારીઓએ ASIને પકડવો પડ્યો

  • December 26, 2023 

ઝારખંડના હજારીબાગથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શરાબના નશામાં એક ધૂત ASIએ જાહેરમાં 28 રાઉન્ડ અંધાધૂંધ ફાયરિંગ કર્યું. આ ઘટના હજારીબાગ સ્થિત પોલીસ લાઈનની છે. આ ફાયરિંગથી સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, ASI બ્રિજનંદનના આ પ્રકારના ફાયરિંગ બાદ જવાનો ત્યાંથી ભાગી ગયા હતા અને બાદમાં બુલેટપ્રૂફ જેકેટ પહેરીને પોલીસ કર્મચારીઓએ તેમને પકડ્યો હતો.



પોલીસ લાઈનમાં સોમવારે મોડી સાંજે શરાબના નશામાં એક ASI દ્વારા તાબડતોડ 28 રાઉન્ડ ફાયરિંગ કર્યું. ASIએ આ ગોળીઓ પોતાની જ સર્વિસ રિવોલ્વરથી ચલાવી હતી.  ASIએ આ રીતે ફાયરિંગ કરતાં અફરાતફરી મચી ગઈ હતી. ASIએ બ્રિજનંદન પીસીઆર ડ્યુટી પર હતા. સાંજે 7 વાગ્યે ફરજ પૂરી કરીને પોલીસ લાઈન પરત ફર્યા બાદ તેઓ બેરેકમાં જ હતા. ત્યારબાદ લગભગ 8 વાગ્યે તે પોલીસ લાઈનના રસ્તા પર નીકળ્યા અને હવામાં લગભગ 6 રાઉન્ડ ગોળીઓ ચલાવી. તે સમયે ASI શરાબના નશામાં ધૂત હતો.



ત્યારબાદ પણ તેનું મન ન ભરાયું તો તેણે ફરી પોતાના રૂમમાં જઈને રિવોલ્વરમાં ફરીથી ગોળી ભરી અને ફાયરિંગ કરવા લાગ્યા. મેગેઝિનમાં 35 ગોળીઓ હોય છે તેમાંથી તેમણે 28 ગોળી ચલાવી દીધી હતી. બીજી તરફ ગોળીનો અવાજ સાંભળીને પોલીસ લાઈનમાં રહેતા જવાનોમાં અફરા-તફરી મચી ગઈ હતી. થોડી વાર બાદ બે જવાનોએ બુલેટપ્રૂફ જેકેટ પહેરીને ASI બ્રિજનંદનને પકડી લીધો. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. ASIને મેડિકલ તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે. હજારીબાગના એસપીએ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે, ASIને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. FIR નોંધ્યા બાદ ASIને જેલમાં પણ મોકલવામાં આવી રહ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application