Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દારૂના નશામાં ચકચૂર યુવક અને યુવતીએ હાથમાં દારૂના ટીન સાથે ધમાલ મચાવી

  • September 07, 2023 

વાપીમાં દારૂના નશામાં ચકચૂર યુવક અને યુવતીએ હાથમાં દારૂના ટીન સાથે ધમાલ મચાવી હતી. ખાણીપીણીની લારી પર કોઈ વાતને લઈને બબાલ કરી હતી અને દારૂના નશામાં યુવક અને યુવતીએ લારી સંચાલક સાથે મારામારી કર્યા બાદ લારીમાં ભારે તોડફોડ કરી હતી. ઉપરાંત લારી સંચાલક મહિલા અને પુરુષને પણ ઢોર માર માર્યો હતો.


યુવતીએ પોતે દારૂ વાળી હોવાનું કહી જાહેરમાં આતંક મચાવ્યો હતો. વાપી રેલવે સ્ટેશન નજીક બનેલી ઘટાને ચકચાર મચી ગઈ હતી. ઘટના અંગે જાણ થતાં પોલીસ પહોંચી હતી. વાપી ટાઉન પોલીસે યુવક અને યુવતીને પોલીસ સ્ટેશન તપાસ હાથ ધરી હતી, જેમાં યુવતી પાસેથી દારૂનો જથ્થો પણ મળ્યો હતો. જે બાદ બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application