ઉલ્હાસનગરમાં વહેલી સવારે ચિક્કાર દારૂ ગટગટાવી ડ્રાઇવરે બેફામ પણે કાર દોડાવીને આશરે સાત વાહનને અડફેટમાં લેતા ત્રણ જણ કાળનો કોળીયો બની ગયા હતા. જ્યારે અન્ય ત્રણ ઘાયલ થયા હતા. બનાવ બાદ ઘટના સ્થળેથી પલાયન થઇ ગયેલા કાર ચાલકની પોલીસે ધરપકડ કરી હતી. ઉલ્હાસનગર સ્થિત શાંતીનગર પરિસરમાં સવારે 5.30 વાગ્યે દારૂના નશામાં ધૂત લવેશ રામણીએ સ્પીડમાં કાર દોડાવીને ત્રણ રિક્ષા, ચાર કારને અડફેટમાં લીધી હતી.
આ દુર્ઘટનામાં એક રિક્ષામાં પ્રવાસ કરવા સોમુદીપ જાણા, અંજલી જાણા અને બીજી રિક્ષાના ડ્રાઇવર શંભુરાજ ચવ્હાણનું ગંભીર ઇજા થતા જગ્યા પર મૃત્યુ થયું હતું. આ બનાવમાં જાવેદ સૈયદ, મહેન્દ્ર પાંઢરે, પ્રમોદ દૌડ ઘાયલ થયા હતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત પછી અજાગ્રસ્ત અને મૃતકને મદદ કરવાને બદલે આરોપી કાર ચાલક નાસી ગયો હતો. પોલીસે બાદમાં તેની ધરપકડ કરી હતી. કારમાં દારૂની બોટલ હોવાનો આરોપ સ્થાનિક લોકોએ કર્યો હતો. મૃતક સોમુદાષની માસી કોલકાતાથી આવ્યા હતા. કલ્યાણ રેલવે સ્ટેશન પર તે માસીને લેવા ગયો હતો. ત્યારે અકસ્માત થયો હતો. પોલીસે આરોપી સામે ઇન્ડિય પિનલ કોડ અને મોટર વેહિકલ એક્ટ હેઠળ કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500