Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દારૂના નશામાં બેફામ એસટી બસ હંકારી

  • November 18, 2023 

વડોદરાના સમા વિસ્તારમાં એસટી બસના ડ્રાઈવરે બેફામ રીતે બસ હંકારી મુસાફરોના જીવ જોખમમાં મુકતા પોલીસે નશામાં ધૂત ડ્રાઇવરને ઝડપી પાડ્યો હતો. 



વડોદરાના સમા વિસ્તારમાંથી પસાર થતી વ્યારા-માણસાની સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસના ડ્રાઇવર નશાની હાલતમાં બેફામ રીતે બસ હંકારી રહ્યો હોવાની વિગતોને પગલે સમા પોલીસે બસની તપાસ કરી હતી.પોલીસે બસને આતરી ડ્રાઇવર દિપક ખેમાભાઈ સુતરીયા ને ઝડપી પાડયો હતો.પોલીસની કાર્યવાહી બાદ મુસાફરોના જીવમાં જીવ આવ્યો હતો. પોલીસે ડ્રાઇવરે દારૂ ક્યાંથી મેળવ્યો તે મુદ્દે પૂછપરછ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News