પોલીસ તેમજ સરકાર દ્વારા અવારનવાર વાહનચાલકોને માસ્ક તેમજ હેલ્મેટ પેહરી ઘરની બહાર નીકળવાની સૂચના આપે છે. છતાં વાહનચાલકો તંત્રની સૂચના અવગણે છે અને માસ્ક તેમજ હેલ્મેટ પહેર્યા વિના જ નીકળી પડે છે.
આવા વાહનચાલકોને સબક શીખવવા ઉકાઈ પોલીસ દ્વારા આજરોજ વાહન ચેકિંગની ડ્રાઇવ રાખી હતી. ઉકાઈ પોલીસે જુદાજુદા પોઇન્ટ પર વાહનચેકિંગ હાથ ધરતા માસ્ક અને હેલ્મેટ વિના ફરનારામાં ફફડાટ ફેલાયો હતો.
ઉકાઈ પોલીસ દ્વારા હેલમેટ અને માસ્ક વિના ફરનાર વાહનચાલકોને પકડી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. ઉકાઈ પોલીસે 5 હજાર રૂપિયાથી વધુના દંડની વસૂલાત કરી કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application