માર્ગ સલામતીને ધ્યાનમાં રાખીને વાહન સંબંધી કેસમાં આરટીઓ દ્વારા હવે ખાસ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે. નિયમિત ડ્રાઇવ કરીને ઓવર લોડેડ, રોંગ સાઇડ સહિત વિવિધ વાહન ટ્રાફિકના નિયમો ભંગ કરનાર વાહનચાલકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. ત્યારે છેલ્લા પાંચ વર્ષમાં પરમીટ નહીં ધરાવતા હોવા છતા ગુડ્સ એટલે કે, માલ સામાન અને મુસાફરોની હેરફેર કરતા કુલ ૮૩૯ વાહનના માલિકોને ૪૬.૭૭ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આરટીઓ પાસે રજીસ્ટ્રેશન, ટોલટેક્સ, ફિટનેસ, લાર્નીંગ લાયસન્સ ટેસ્ટ સહિતની મોટાભાગની જવાબદારીઓ લઇ લેવામાં આવી છે.
ત્યારે લાયસન્સ એક જ મહત્વની સેવા આરટીઓ હસ્તક રહી છે તેવી સ્થિતિમાં આરટીઓ દ્વારા સતત ડ્રાઇવ કરીને વાહન તથા ટ્રાફિક સંબંધી નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન માલિકો સામે લાલ આંખ કરવામાં આવી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં ગાંધીનગર આરટીઓ દ્વારા પરમીટ વગર વાહનો દોડાવતા કુલ ૮૩૯ જેટલા વાહન ચાલકો પકડયા છે. જેમાં ગુડ્સ પરમીટ વગર માલ સામાનની ફેરફેર કરતા ૧૬૬ વાહનોને પકડીને તેમની પાસેથી ૧૬.૬૦ લાખનો દંડ વસુલવામાં આવ્યો છે. તો બીજીબાજુ મુસાફર પરમીટ નહીં હોવા છતા પેસેન્જરને બેસાડીને વાહનો દોડાવતા વધુ ૬૭૩ વાહન ચાલકોને પકડીને તેમના માલિકો પાસેથી ૩૦.૧૭ લાખની માતબર રકમનો દંડ વસુલવામાં આવ્યો છે. આમ કુલ ૪૬.૭૭ લાખ રૃપિયાનો દંડ ફક્ત પરમીટન સંબંધી કેસ કરીને ગાંધીનગર આરટીઓ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ઉઘરાવવામાં આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500