નવસારીનાં ગણદેવી પોલીસે એંધલ ગામ પાસેથી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂનો જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો, જયારે બે’ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ગણદેવી પોલીસ સ્ટાફના માણસોને ખાનગી બાતમી મળી હતી કે, એક મહીંદ્રા બોલેરો પીકઅપ ગાડી નંબર DN/09/N/9785માં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો ભર્યો છે અને તે વાપી તરફથી નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવે છે અને હાલમાં પારડી પાસ કર્યા હોવાની ચોક્કસ બાતમી હકીકત આધારે સાથેના પોલીસ તથા પંચોના માણસોને બાતમીથી વાકેફ કરી એંધલ ગામની સીમમાં મેંગોનીઝવીલા સામે નેશનલ હાઈવે નંબર 48 મુંબઈથી અમદાવાદ જતા રોડ ઉપર નાકાબંધી કરી હતી.
તે દરમિયાન બાતમીવાળી પીકઅપ આવતાં ચાલક ધીરજકુમાર લક્ષ્મણભાઇ આહીર (ઉ.વ.25., રહે.ઝરોલી, છીપાવાડ,ભીલાડ, તા.ઉમરગામ જિ.વલસાડ) નાંને સાથે રાખી ચેક કરતા પીકઅપના પાછળના ભાગેથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂના 32 પુઠાના બોક્ષમાંથી વ્હીસ્કી, વોડકાની બાટલીઓ નંગ 852 જેની કિંમત રૂપિયા 2,52,000/-નો મળી આવેલ હતો અને પ્રોહી જથ્થા સાથે મહીંદ્રા કંપનીની બોલેરો પીકઅપ ગાડી જેની કિંમત રૂપિયા 3,00,000/- તથા ઝડપાયેલ ઈસમ પાસેથી મળી આવેલ એક મોબાઇલ મળી કુલ રૂપિયા 5,57,000/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આ કામે દારૂનો જથ્થો ભરી આપનાર સુરજ (રહે.નરોલી, સેલવાસ) જેના પુરા નામ સરનામાની ખબર નથી તથા માલ મંગાવનાર લલીત હેમરાજ તૈલી હાલ (રહે.એંધલ ગામ, તા.ગણદેવી જી.નવસારી મુળ રહે.પારડી તા.પારડી જી.વલસાડ) નાઓને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500