વાલોડ તાલુકાના બાજીપુરા કોઝવે પરથી ગુરુવારે સાંજે પસાર થતી વેળા સુરક્ષા રેલીંગના અભાવે ચાલક બાઇક સાથે મીંઢોળા નદીમાં ખાબક્યો હતો. ત્યાં હાજર લોકોને જાણ થતાં દોડી આવી યુવકને બચાવી બહાર કાઢ્યો હતો. વાલોડમાંથી પસાર થતા હજીરા ધુલિયા રોડ ઉપર બાજીપુરા મીંઢોળા નદી ઉપર પુલની કામગીરી પ્રગતિમાં હોવાને લીધે બાજીપુરા કુંભારવાડથી સ્થાનિક લોકો સામે પાર જવા માટે લો લેવલ કોઝવેનો ઉપયોગ કરી રહ્યા છે.
કોઝવેની બંન્ને સાઇડ રેલીંગના અભાવે સતત અકસ્માતનું જોખમ ઉભુ થયું છે. ઉપરવાસમા સતત વરસાદી પાણીની વધુ આવકને લીધે કોઝવે બિસ્માર બન્યો છે. બાજીપુરા નદી પાર કુલ પાંચ ફળિયા આવેલા છે અને વસ્તી અંદાજીત બે હજારની ઉપર જેટલી થાય છે જોકે બાજીપુરા ગામનો ૨૫ વર્ષનો યુવક સાંજે ૭ વાગ્યાની આસપાસ ઘરે બાજીપુરાથી કોઝવેની સામે પાર કુંભારવાડ તરફ બાઇક પર જઈ રહ્યો હતો ત્યાકે કોઝવે પર બંને સાઈડ રેલીંગ ના હોવાથી અચાનક બાઇક સાથે યુવક મીંઢોળા નદીમાં પડી ગયો હતો. જે વાતની જાણ નજીકના રહેણાંક વિસ્તારોમાં થતા લોકો દોડી આવી યુવકને બચાવી બાઈક સાથે બહાર કાઢ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application