વલસાડનાં પારનેરા પારડીના રહીશ તેમની કાર લઈને તેમના ઘરે આવેલા મેહમાનો સાથે હાઈવે પર આવેલી હોટલમાં ચા પીવા નીકળ્યા હતા. જે દરમિયાન કારના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર બ્રીજ કુદાવીને ખાબક્યા બાદ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગસ્ત કારના ચાલકનું સ્થળ પર જ મોત નીપજયું હતું. જયારે કારમાં સવાર વ્યક્તિઓને ઓછી વત્તી ઈજા થઈ હતી. અકસ્માતના બીજા બનાવમાં કપરાડાના જોગવેલ ગામેથી પસાર થઈ રહેલા કન્ટેનરના ચાલકે રાહદારી વૃદ્ધાને અડફેટે અકસ્માત સજર્યો હતો. જે અકસ્માતમાં કન્ટેનર અને રેલિંગ વચ્ચે ચગદાઈ ગયેલા વૃદ્ધાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજયું હતું.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વલસાડના પારનેરા પારડી સ્થિત સોલારીસ રેસિડેન્સીમાં રહેતા શ્રીકાંતભાઈ ચાંદદેવ બાવકે તેમના પરિજનો સાથે રહે છે. તેમના થરે મેહમાન આવ્યા હોય, તેઓ ગુરુવારે રાતે તેમના પિતરાઈ ભાઈ નિલેશ અને તેમના મિત્ર નાનાસાહેબ સાથે કાર નંબર DD/01/C/1995 લઈને હાઇવે ચિત હોટલમાં ચા પીવા માટે મોડી રાત્રે નીકળ્યા હતા. તમામ લોકો બેસીને પારડી સુગર ફેક્ટરીથી ચંદ્રમૌલિશ્વર મંદિર પાસે આવેલા બ્રીજનાં વળાંક પાસેથી પસાર થઈ રહ્યા હતા.
દરમિયાન પૂરઝડપે પસાર થઈ રહેલા કારના ચાલક શ્રીકાંતભાઈએ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર બ્રિજ પરથી નજીકમાં આવેલા ખુલ્લા મેદાનમાં ખાબક્યા બાદ કાર પલટી મારી ગઈ હતી. જે અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગસ્ત શ્રીકાંતભાઈનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયું હતું. જયારે કારમાં સવાર નિલેશ અને નાનાસાહેબ ઓછી વત્તી ઈજા થઈ હતી. ઈજાગરસ્તોને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જે બાબતે મૃતકના નાના ભાઈ પ્રશાંત ભાવકેએ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500