ધરમપુરનાં તુંબી ગામેથી પસાર થઈ રહેલ વલસાડનાં વેલવાચ ગામનાં બાઈક ચાલકે કાબૂ ગુમાવી દેતા, તેની બાઈક ઝાડ સાથે અથડાઈ પડી હતી. જે અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાઈક ચાલકનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું.
બનાવની વિગત એવી છે કે, વેલવાચ વાઘદરડા-ટેકરી ફળિયા ખાતે રહેતા ઠાકોરભાઈ મગનભાઈ પટેલ ધરમપુરનાં લાકડમાળ ચિંચાઈ માર્ગે બાઈક લઈ કામકાજ અર્થે ગયા હતા. ધરમપુરના તુંબી ગામના હનુમાન ફળિયા પાસેથી પસાર થતી વેળા ઠાકોરભાઈએ બાઈકનાં હેન્ડલ ઉપરથી કાબૂ ગુમાવી દીધા બાદ, બાઈક માર્ગેને અડીને આવેલા બાવળના સુકાયેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ પડી હતી. ત્યારબાદ બાઈક ઝાડ નજીક આવેલ સિમેન્ટનાં થાંભલાના તાણિયામાં ભેરવાઈ જતાં ઠાકોરભાઈને ગંભીર ઇજા પહોંચી હતી. જોકે ગંભીર રીતે ઈજાગ્રસ્ત ઠાકોરભાઈને ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરનાં હાજર તબીબે ઠાકોરભાઈને મૃત જાહેર કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application