સુરતના માંડવી તાલુકાના પીપલવાડા ગામના બસ સ્ટેન્ડ નજીક ફેદરીયાથી ઉકાઈ જતા માર્ગ પરથી બે ગાય અને એક વાછરડા ભરેલા પીકઅપ સાથે ચાલકની પોલીસે અટક કરી હતી. પોલીસે ગાય અને વાછરડાને બચાવી કુલ ૪.૪૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, માંડવી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક સફેદ કલરનો પીકઅપ ટેમ્પોમાં ગાયો ભરી માંડવીથી ફેદરીયા ચોકડી થઈ મહારાષ્ટ્ર તરફ કતલ માટે લઈ જવામાં આવી રહી છે.
જેથી પોલીસે પીપલવાડા ગામના બસ સ્ટેન્ડની સામે વોચ ગોઠવી હતી તે સમયે બાતમી મુજબનો ટેમ્પો આવતા પોલીસે તેને રોકી તપાસ કરતા ટેમ્પોમાં તપાસ કરતાં બે ગાય અને એક વાછરડું દોરડા વડે બાંધેલા હતા તેમના માટે ઘાસચારો કે પાણીની વ્યવસ્થા કરાઈ ન હતી. તેમની પાસે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર પણ ન હતું. પોલીસે ચાલક મુકેશ રાજેન્દ્ર પાટિલની ધરપકડ કરી હતી. પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે મુસ્તાક ઉર્ફે કાળુએ ફોન કરી પીકઅપ ટેમ્પો ફેદરીયા સુધી લઈ આવવા કહ્યું હતું અને ત્યાંથી મુસ્તાક ગાયો ભરવા ગયો હતો અને ભરી લાવ્યા બાદ ટેમ્પો ધુલીયા લઈ જવા કહ્યું હતું.
ધુલીયામાં પશુ ઉતારવાની તે જગ્યા તે ફોન પર કહેશે એમ જણાવ્યું હતું. આમ, પોલીસે તેની પાસેથી બે ગાય તેની કિંમત રૂપિયા ૩૦ હજાર, એક વાછરડું કિંમત રૂપિયા ૫ હજાર, એક નંગ મોબાઈલ રૂપિયા અને પીકઅપ કિંમત રૂપિયા ૪ લાખ મળી કુલ ૪.૪૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ ગુનામાં મુસ્તાક ઉર્ફે કાળુ નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500