Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કારમાંથી દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો, એક વોન્ટેડ

  • September 20, 2023 

નવસારી એલ.સી.બી.એ યશફીન હોસ્પિટલ નજીકથી વાપીથી સુરત તરફ જતી લકઝરીયસ કારમાંથી એક લાખનો વિદેશી દારૂ સાથે ચાલકની અટક કરી હતી. જ્યારે પાયલોટીંગ કરતી કારનો ચાલક ભાગી ગયો હતો. નવસારી એલ.સી.બી.ના સ્ટાફને બાતમી મળી કે એમજી હેક્ટર કાર નંબર GJ/15/CK/6529માં બનાવેલ ચોરખાનામાં ભારતીય બનાવટનો દારૂનો જથ્થો ભરી નવસારીથી સુરત તરફ જનાર છે. તે દરમિયાન પોલીસે વિરાવળ યશીફીન હોસ્પિટલની સામે વિરાવળથી કસ્બા તરફ જવાના જાહેર રોડ પર નાકાબંધી કરી હતી. દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસે તેને ઉભી રાખી તપાસ કરતા એક લાખનો દારૂ મળી આવતા ચાલક કૃણાલ મહેશ પટેલ (રહે.ગુંદલાવ, વલસાડ)ની અટક કરી હતી. જ્યારે પાયલોટીંગ કરનાર કાર નંબર GJ/15/CK/6525નો ચાલક ધવલ નરેશ ચૌહાણ (રહે. ડુંગરી, વલસાડ)ને ફરાર જાહેર કર્યો હતો. આમ, પોલીસે દારૂ સહિત કાર મળી રૂપિયા 31.14 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ગ્રામ્ય પી.એસ.આઈ. કાર્યવાહી કરી રહ્યાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News