મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાના બાલપુર ગામનાં ડુંગરી ફળિયાની સીમમાં આવેલ જંગલ વિસ્તારમાં એક કારમાંથી વગર પાસ પરમીટે ઈંગ્લીશ દારૂનાં જથ્થા સાથે કાર ચાલકને ઝડપી પાડ્યો હતો, જયારે આ કામે અન્ય બે’ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, તાપી એલ.સી.બી. પોલીસ અને પેરોલ ફર્લો સ્કોર્ડનાં પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે, આહવા ડાંગ તરફથી એક સફેદ કલરની એક્સુવી કાર નંબર GJ/05/JD/0006માં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરીને બરડીપાડા ટેમ્કા થઈ સરૈયા થઈ વ્યારા તરફ આવે છે.
તાપીમિત્રના વોટ્સઅપ ન્યુઝ ગ્રુપમાં જોડાવા માટે 7820092500 પર hi લખી મોકલો...
જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો સરૈયા ગામનાં ચાર રસ્તા પાસે વોચમાં હતા તે દરમિયાન ટેમ્કા રોડ તરફથી બાતમીવાળી કાર આવતાં જોઈ પોલીસ સ્ટાફના માણસોએ બેટરીનાં અજવાળે અને લાકડીના ઈશારો કરી કાર ચાલકને રોકવા જતાં તેમછતાં કારનાં ચાલકે પોતાના કબ્જાની કાર ડોલારા ગામ તરફ હંકારી દેતા પોલીસે કારનો પીછો કર્યો હતો. તે દરમિયાન પોલીસે કારનો પીછો કરી બાલપુર ગામના ડુંગરી ફળિયામાં આવેલ જંગલ વિસ્તારમાંથી કારને ચાલક પકડી પાડ્યો હતો.
તાપીમિત્રના વોટ્સઅપ ન્યુઝ ગ્રુપમાં જોડાવા માટે 7820092500 પર hi લખી મોકલો..
જોકે પોલીસે ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ, મહમદ સાહીદ અબ્દુલ અઝીઝ કોલી (રહે.સગરામપુરા, સુરત) નાઓ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે કારમાં તપાસ હાથ ધરતા કારમાંથી વગર પાસ પરમીટે ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની કુલ 936 નંગ બોટલો મળી આવી હતી. આમ, પોલીસે ઈંગ્લીશ દારૂનો જથ્થો અને કાર મળી કુલ રૂપિયા 5,93,600/-નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જયારે દીપક ચોરસિયા ભાગી છૂટતા અને દારૂનો જથ્થો ભરવી આપનાર અને પાયલોટીંગ કરનાર સુરતના તારીક હારૂન મેમણ સુરતને આ કામે વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500