નવસારી હાઈવે રોડનાં ઉન ગામ પાસેથી એલ.સી.બી. પોલીસે રૂપિયા ૨.૭૩ લાખનો ઇંગ્લિશ દારૂ ભરેલ પીકઅપ ટેમ્પો સાથે તેના ચાલકની ધરપકડ કરી ઇંગ્લિશ દારૂ અને વાહન મળી રૂપિયા ૭.૭૮ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. મળતી માહિતી મુજબ, નવસારી જિલ્લા એલ.સી.બી.નો સ્ટાફ પ્રોહિ.ની કામગીરી માટે પેટ્રોલિંગમાં હતો. તે વખતે બાતમી મળી હતી કે, મહારાષ્ટ્ર પાર્સિંગની ગાડીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી વડોદરા લઇ જવામાં આવી રહ્યો છે.
જેના આધારે પોલીસે નવસારી હાઈવે રોડના ઉન ગામની હોટલ ઉદય પેલેસ પાસે નાકાબંધી કરી બાતમીવાળા પીકઅપ ટેમ્પાને અટકાવી તેમાં તલાશી લેતા રમ, વ્હિસકી અને બીયર મળી ઈંગ્લિશ દારૂની બોટલો નંગ ૭૦૮ કિંમત રૂપિયા ૨,૭૩,૩૦૦/-નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તેના ડ્રાઈવર મહેશ મારૂતિ ભીમસિંગ ડાંડેકર (ઉ.વ.૨૪., રહે.ચીપલુંદ-પેડે, જિ. રત્નાગીરી, મહારાષ્ટ્ર)ની ધરપકડ કરી હતી. જ્યારે ઇંગ્લિશ દારૂ ભરાવનાર દિગ્વિજયસિંહ રામક્રિષ્ણા શિંદે રહે.ચીપલુન, જિ.રત્નાગીરી,મહારાષ્ટ) અને ઇંગ્લિશ દારૂ મંગાવનાર વડોદરાનાં એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યા હતાં. બનાવ અંગે નવસારી રૂરલ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500