વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મળેલી બાતમી આધારે ભિલાડના જંબુરી ગામે શ્રીખંડી ચેકપોસ્ટ નજીક વોચ ગોઠવી હતી. તે સમયે દમણથી આવી રહેલા આઈશર ટેમ્પા નંબર જીજે/૨૩/એટ/-૮૬૯૫ને અટકાવ્યો હતો. પોલીસને જોતા જ ટેમ્પામાં સવાર એક શખ્સ ભાગી ગયો હતો. પોલીસે ટેમ્પા ચાલક ગુલાબચંદ્ર ઉર્ફે અમરબહાદુર ચેતનારાયણ યાદને પુછતા તેણે ટેમ્પામાં પુઠાના ખાલી બોક્ષો ભર્યા હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે ટેમ્પામાં તપાસ આગળના ભાગે પુઠાના ખાલી બોક્ષો ભરેલા મળી આવ્યા હતા. જોકે સઘન તપાસ કરતા પાછળનાં ભાગે સંતાડેલી દારૂની ૨૧૨ નંગ પેટીઓ જેની કિંમત રૂપિયા ૬.૩૪ લાખનો દારૂ મળી આવ્યો હતો.
પોલીસે દારૂ સાથે ટેમ્પો મળી કુલ રૂ.૧૬.૩૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચાલક ગુલાબચંદ્રની ધરપકડ કરી હતી કરતા આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ઓળખીતા રમેશસિંગે વાપી બોલાવ્યા બાદ સુરતના કડોદરા હાઈવે પર ગેરેજમાં જઈ આઈશર ટેમ્પો લઈ ભરૂચ ખાતે પહોંચી પુઠાના ખાલી બોક્ષો ભર્યા હતા. રમેશસિંગે ટેમ્પો દમણ લઈ ગયા બાદ દારૂનો જથ્થો ભરાવ્યો હતો. ચાલકને એક ટ્રીપના રૂ.૧૦ હજાર આપવાનું પણ નક્કી કર્યું હતું. દારૂનો જથ્થો વડોદરાના સાવલી જઈ જવાનો હતો. બીજા બનાવમાં એલ.સી.બી.નાં પો.કો.ને મળેલી બાતમીના આધારે પારડી હાઈવે પર વોચ ગોઠવી હતી.
દરમિયાન સુરત તરફ જતા આઈશર ટેમ્પા નંબર જીજે/૧૦/ટીવી/ ૮૯૪૮ને અટકાવી તપાસ કરતા ચોરખાનામાંથી દારૂની ૭૦ પેટી જેની કિંમત રૂપિયા ૩.૪૮ લાખ મળી આવ્યો હતો. આમ, પોલીસે ટેમ્પા ચાલક વિનુ ગજુભાઈ માવી (રહે.બ્રહ્મખેડા, દાહોદ)ની ધરપકડ કરી પુછપરછ કરતા આણંદ રહેતા અરવિંદ રમસુભાઈ બારીયાએ ચાલકને આણંદ બોલાવી ટેમ્પામાં દમણથી દારૂનો જથ્થો ભરી આણંદ લાવવાનું કહી રૂ.૧૦ હજાર આપવાનું નક્કી કર્યું હતું. ચાલક ટેમ્પો લઈ દમણ પહોંચી પ્રતિક ઉર્ફે લાલુ પ્રકાશભાઈ પટેલે ટેમ્પાના ચોરખાનામાં દારૂની પેટીઓ ભરાવી હતી. બનાવ અંગે પારડી પોલીસે ગુનો નોંધી અરવિંદ અને પ્રતિકને વોન્ટેડ જાહેર કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500