અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ૪૮ પર માખીંગા ગામે સાબર હોટલની સામેથી સુરત જિલ્લા એલ.સી.બી. પોલીસે ટાટા કન્ટેનરમાંથી ૧૬.૪૯ લાખનો વિદેશી દારૂનો જથ્થા ઝડપી પાડી કુલ કિંમત રૂપિયા ૨૬.૫૫,૯૫૨/-નો મુદ્દામાલ કબજે કરી ટ્રક ડ્રાઈવરને ઝડપી પાડયો હતો.
મળતી માહિતી મુજબ, સુરત જિલ્લા એલ.સી.બી. શાખાનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે બાતમી મળી હતી કે મુંબઈ તરફથી ટાટા કંપનીના કન્ટેનરમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ભરીને ચાલક વડોદરા તરફ જઈ રહ્યો છે. જેથી પોલીસે માખીંગા ગામ પાસે હાઈવ પર સાબર હોટલની સામે વોચ ગોઠવી હતી. ત્યાંથી બાતમીવાળું કન્ટેનર પસાર થતું હતું ત્યારે તેને અટકાવી તલાશી લેતા વિદેશી દારૂની ૭૭૩૬ બોટલ કિંમત રૂપિયા ૧૬,૪૯,૩૫૨/- મળી હતી. આમ, પોલીસે કન્ટેનર રૂપિયા ૧૦ લાખ મળી કુલ કિંમત રૂપિયા ૨૬,૫૫,૯૫૨/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આમ, પોલીસે ટ્રક ચાલક રામજીવન સદરામ બિશ્નોઈ (રહે.બાડમેર, રાજસ્થાન)ની અટક કરી હતી. જયારે તેના અન્ય સાથી બુટલેગરો મનોજ બિશ્નોઈ (હાલ રહે.હુબલી કર્ણાટક) અને અશોક બિશ્નોઈ (રહે.બાડમેર, રાજસ્થાન)ને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500