વલસાડના વાઘલધરા હાઈવે પર ગોઠવેલી વોચ દરમિયાન એક પીકઅપ ટેમ્પોને અટકાવી તપાસ કરતા તેમાંથી દારૂની ૨૨૦૮ બોટલો જેની કિંમત રૂ.૩,૯૦,૨૪૦ મળી આવી હતી. આ સાથે ટેમ્પોના ચાલક અલ્પેશ સોમાભાઈ પરમાર (રહે.પરમાર ફળિયા, પ્રાથમિક શાળા સામે, મોરલીપુરા ગામ, તા.વાઘોડિયા) અને ક્લીનર સુનિલ ભઈલાલ પરમાર (રહે.નવીનગરી, મોરલીપુરા ગામ, તા.વાઘોડિયા)ની ધરપકડ કરી હતી. વધુમાં દારૂ ભરેલો ટેમ્પો સેલવાસથી મંગાવનાર બુટલેગર કરણ અટલાદરા (રહે.વડોદરા), સેલવાસથી જગ્યાનું લોકેશન મોકલનાર અજાણ્યો ઈસમ અને દારૂનો જથ્થો ભરી આપનાર સેલવાસના અજાણ્યા ઈસમ મળી કુલ ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500