રાજસ્થાનના પાલી શહેરમાંથી વિદેશી દારૃનો જથ્થો ભરીને એક બંધ બોડીની ટ્રક નીકળી હતી જેને ગાંધીનગર એલસીબી પોલીસે કલોલ તાલુકાના રાચરડા ગામેથી ઝડપી લીધી હતી. પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૃનો રૃપિયા ૧૫ લાખ ૯૬,૫૧૬/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ટ્રકના ચાલકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, ગાંધીનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતા તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, વિદેશી દારૃનો જથ્થો ભરીને ટ્રક શીલજ પાસેથી પસાર થવાની છે તે માહિતીના આધારે ગાંધીનગર એલસીબી પોલીસ મથકના જવાનોએ કલોલ તાલુકાના રાચરડા ગામે વોચ ગોઠવી હતી.
ત્યારે બાતમી મુજબની ટ્રક આવી ચડતા તેને અટકાવવામાં આવી હતી પોલીસે ટ્રકમાં તપાસ હાથ ધરતા અંદર પૂંઠાના રોલ ભરેલા હતા અને તેની નીચે ખાનામાં વિદેશી દારૃનો જથ્થો ભરેલો હતો પોલીસે રકમમાંથી વિદેશી દારૃની ૩૨૭૬ બોટલ કિંમત ૧૫,૯૬,૫૧૬ની જપ્ત કરી હતી પોલીસે ટ્રકના ચાલક કૃષ્ણપાલ ખેરાજ રામ જાટ રહે શેતરાઉ જિલ્લો બારમેર રાજસ્થાનની ધરપકડ કરી હતી પોલીસે તેને વિદેશી દારૃના જથ્થા બાબતે પૂછતા જ હાથ ધરતા તેણે પોલીસને જણાવ્યું હતું કે રાજસ્થાનના પાલીમાંથી ગબ્બર સિંગ નામના વ્યક્તિએ ટ્રકમાં વિદેશી દારૃનો જથ્થો ભરી આપ્યો હતો અને આ જથ્થો અમદાવાદના શીલજમાં પહોંચાડવાનો હતો શીલજમાં પહોંચીને તેને ફોન કરવાનો હતો અને તે જ્યાં કહે ત્યાં માલ પહોંચાડવાનો હતો અને ટ્રક ભરીને અહીં આવ્યો તે માટે તેને ૧૫૦૦૦ આપવામાં આવ્યા હતા. પોલીસે તેની કબુલાતના આધારે ગબ્બર સિંગ સામે ગુનો દાખલ કર્યો હતો પોલીસે ટ્રકના ચાલક પાસેથી એક મોબાઇલ તથા રોકડા રૃપિયા ૫૩૨૦ અને ટ્રકમાં રહેલ રોલ નંગ ૨૪૪ કિંમત રૃપિયા ૧૯,૦૦૦ અને વિદેશી દારૃ તથા ટ્રક વગેરે મળી કુલ રૃપિયા ૨૬,૨૫,૮૩૬ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો પોલીસે ગુનો દાખલ કરી તપાસ ચલાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500