વલસાડ જિલ્લાનાં ભીલાડ પોલીસ મથકની સામે ટેમ્પોમાં લઈ જવાતા દારૂનાં જથ્થા સહિત કુલ ૯,૭૬,૨૦૦/-નાં મુદ્દામાલ સાથે પોલીસે ચાલકને પકડી પાડયો હતો. ભીલાડ પોલીસ મથકની ટીમ શનિવારે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેને બાતમી મળી હતી કે, આઇસર ટેમ્પોમાં મહારાષ્ટ્રથી દારૂનો જથ્થો ભરીને નેશનલ હાઈવે થઈ સુરત તરફ જનાર છે. જેથી ભીલાડ પોલીસ મથક સામે નેશનલ હાઈવે નંબર ૪૮ના મુંબઈથી વાપી તરફ જતા રોડ ઉપર ભીલાડ પોલીસની ટીમે વોચ ગોઠવી દીધી હતી.
આ દરમિયાન વાહન ચેકિંગ શરૂ કરાયું હતુ. ત્યારે બાતમીવાળો ટેમ્પો આવતા તેને ઊભો રાખી ટેમ્પોમાં તપાસ કરાઈ હતી. આ સમયે પૂંઠાના બોક્સમાં પરપ્રાંતીય ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં ૪૬ બોક્સમાં મુકેલી ૧,૨૪૮ નંગ બાટલી જેની કિંમત રૂપિયા કિંમત ૨,૭૧,૨૦૦/- હતી. આમ, પોલીસે દારૂનો જથ્થો અને ટેમ્પો કબ્જે લઈ ટેમ્પોનાં ચાલક બાલાજી લીંબાજી ઈગોલે (રહે.શિવાજીનગર રોડ, જિ.પાલઘર)ની અટક કરી હતી. આરોપીની અંગઝડતી લેવાતા એક મોબાઈલ મળી આવતા પોલીસે તે પણ જપ્ત કર્યો હતો. આ કેસમાં કુલ ૯,૭૬,૨૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. આમ, પોલીસે વાહન ચાલકની વધુ પૂછપરછ કરતા પ્રકાશભાઈનું નામ બહાર આવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500