નવસારીનાં ચીખલી તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર ૪૮ પર આવેલા મજીગામ ઓવરબ્રિજ પાસેથી બોલેરો પીકઅપમાં પેપર રોલની આડમાં લઈ જવાતો ૨.૬૮ લાખ રૂપિયાનો વિદેશી દારૂ સહિત ૧૦.૭૮ લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ કરી હતી જયારે બે વોન્ટેડ જાહેર કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, ચીખલી પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતો.
તે દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે નેશનલ હાઈવે નંબર ૪૮ પર આવેલા મજીગામ ઓવરબ્રિજ પાસે મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક ઉપર વોચ ગોઠવી હતી આ દરમ્યાન દમણથી દારૂ ભરીને કીમ તરફ જઈ રહેલ સફેદ કલરની મહેન્દ્ર પીકઅપને અટકાવી પીકઅપની અંદર તપાસ કરતા પેપર રોલની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ તથા ટીન બિયરની નાની મોટી બોટલ કુલ નંગ ૧૮૨૪ની કિંમત રૂપિયા ૨,૬૮,૩૨૦/- રૂપિયા તેમજ પીકઅપ ટેમ્પોની કિંમત ૮ લાખ રૂપિયા, રોકડા ૩૦૦ રૂપિયા અને એક મોબાઈલની કિમત ૧૦ હજાર રૂપિયા મળી કુલ ૧૦,૭૮,૬૨૦/- રૂપિયાના મુદ્દામાલ સાથે બોલેરોના ચાલક મેહુલ નરેશભાઈ માહ્યાવંશી(ઉ.વ.૩૪., રહે.જંબુરી ગામ, રોડ ફળિયુ, માહ્યાવંશી મહોલ્લો, તા.ઉમરગામ જિ.વલસાડ)ની ધરપકડ કરી હતી. જયારે બે’ને વોન્ટેડ જાહેર કર્યા હતાં.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500