કામરેજનાં વેલંજા ખાતેથી ભેંસો ભરેલી પીકઅપ સાથે સુરતના ચાલક અને ક્લીનરની અટક કરી હતી. મળતી માહિતી મુજબ, કામરેજ પોલીસની હદમાં વેલંજા ગામથી ઉમરગામ તરફ જતા રોડ પર પીકઅપ નંબર જીજે/૦૫/બીએક્સ/૮૬૩૮માં શંકાસ્પદ ઢોર ભરેલા હોવાનું જણાઈ આવતા કેટલાક ગૌરક્ષકોએ કામરેજ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે બનાવનાં પકડી પીકઅપ ઉભી રખાવી ચાલક મોસીન શાહબુદ્દીન શેખ અને ક્લિનર હુસેન સુભાન શેખ (બંને રહે. રઝાનગર, ભાઠેના, સુરત)ની પાસે ભેંસના વહન અંગે પરમીટ માંગી હતી.
પરંતુ તેમની પાસે પરમીટ ન હતી. પોલીસે પીકઅપમાં તપાસ કરતાં ઘાસચારા કે પાણીની વ્યવસ્થા વિના ભેંસોને કતલનાં ઈરાદે ક્રુરતાપુર્વક ખીચોખીચ ભરીને લઈ જવાતી હોવાનું માલુમ પડતા ૯૦ હજારની કુલ ૬ ભેંસોને ઉગારી બંનેની અટક કરી હતી. બંનેએ કીમ ગામથી ઈમ્તીયાઝ ભોળા (રહે.કોઠવા દરગાહની સામે)એ ભેંસો ભરાવી સુરતનો અંસાર સૈયદ (રહે.રઝાનગર, ભાઠેના. સુરત)નાંને પહોંચાડવા નીકળ્યાની કબુલાત કરી હતી. આમ, પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કરી ભેંસ અને પીકઅપ મળી કુલ રૂપિયા ૨,૯૦,૦૦૦/-નાં મુદ્દામાલ કબ્જે કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500