ભરૂચ જિલ્લાની નૂરાની ડેરી નર્મદા ચોકડી પાસેથી મહારાષ્ટ્રના ધુલિયા ખાતે પશુ બજારમાં વેચવા માટે લઈ જવાતી 13 ભેંસો ભરેલી ટ્રક માંડવી પોલીસની ટીમે ખેડપુર ત્રણ રસ્તાથી ઝડપી પાડી હતી. આમ, પોલીસે ટ્રક અને ભેંસ સહિત કુલ રૂપિયા 9.95 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, માંડવી પોલીસની ટીમને કંટ્રોલ રૂમમાંથી બુધવારે રાત્રે વરદી મળી હતી કે, અરેઠ ગામ તરફથી એક આઈસર કંપનીની ટ્રક નંબર GJ/23/AT/2843માં ગેરકાયદે રીતે ભેંસો ભરી ખેડપુર ગામ ત્રણ રસ્તા તરફ આવી રહી છે.
જેથી પોલીસે ખેડપુર ત્રણ રસ્તા ખાતે વોચ ગોઠવી હતી. તે સમયે રાત્રિના 9 વાગ્યે બાતમી મુજબની ટ્રક આવતા જ પોલીસે તેને રોકી તાડપત્રી ખોલીને જોતા 13 જેટલી ભેંસો ખીચોખીચ પાણી કે ઘાસચારાની કોઈ વ્યવસ્થા વગર ભરેલી હતી. પોલીસે તમામ ભેંસોને છોડાવી ટ્રક ચાલક શબ્બીર મફતભાઈ ડોડિયા (રહે.સાગબાર, જિ.નર્મદા) તેમજ ક્લીનર શોહેલ ઈસ્માઈલ બગસ (રહે.લુવારાગામ, જિ. ભરૂચ)નાંની ધરપકડ કરી હતી. આમ, પોલીસે 13 ભેંસો કિંમત રૂપિયા 1.95 લાખ અને 8 લાખ કિંમતની ટ્રક મળી કુલ રૂપિયા 9.95 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500