Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલનાં પાંખરી ગામેથી લાખો રૂપિયાનાં યુરિયા ખાતર સાથે ચાલક અને ક્લીનર ઝડપાયા, રૂપિયા ૧૦.૬૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

  • October 04, 2024 

ઉચ્છલનાં પાંખરી ગામની સીમમાંથી ટ્રક ભરેલ શંકાસ્પદ યુરીયા ખાતરને તાપી એલ.સી.બી.એ ઝડપી પાડયું હતું. જોકે ખેડુતોનાં ખેતી માટેનું ખાતર ઇન્ડસ્ટ્રીયલ વપરાશ માટે થઈ જવાનું હોવાનું જણાતા રૂપિયા ૩.૯૦ લાખનો ખાતરનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મિજબ, ઉચ્છલ તરફથી એક ટાટા ટ્રક બોડીના ઉપર તાડપત્રી બાંધેલ હાલતમાં પસાર થતી હતી જે શંકાસ્પદ ટ્રકને તાપી એલ.સી.બી. પોલીસે અટકાવી તપાસ કરતા જે ટ્રક નંબર એમપી/૦૯/એચએચ/૧૧૦૦માં તપાસ કરતા જેમાંથી યુરિયા ખાતરનો જથ્થો જોવા મળ્યો હતો.


જયારે ટ્રક ચાલક ઈદરીશ નજાકત અલીમકરાણી (રહે.મોટી રાજમોહી, તા.અક્કલકુવા, જી.નંદુરબાર, મહારાષ્ટ્ર) અને ક્લીનરને પુછપરછ કરતા શંકાસ્પદ જથ્થો હોવાનું પ્રાથમિક તબકકે જણાયું હતું. ખેત વપરાશ અંગેનું સબસીડી વાળું નીમ કોટેક યુરીયા ખાતરની બેગ નંગ ૪૦૦ કુલ ૧૮૦૦૦ કિલો જેની કિંમત રૂપિયા ૩,૬૦,૦૦૦/-નાં જગ્યા સાથે ચાલકની અટક કરી જે અંગે ઉચ્છલ ખેતીવાડી અધિકારીને જાણ કરી હતી. ત્યારબાદ ખાતરના સેમ્પલ લઈ ચકાસણી માટે ગાંધીનગર મોકલી આપવામાં આવ્યા હતા.


જે સેમ્પલ ચકાસણી થઈને આવતા જેના રીપોર્ટમાં યુરીયા ખાતર નીમ કોટેડ યુરિયા હોવાનું પ્રસ્થાપિત થયેલ હોય, જે ખાતર માત્ર સરકાર દ્વારા સબસીડી પર ખેડૂતોને ખેતી માટે આપવામાં આવે છે. જેનો ઈન્ડસ્ટ્રીયલ ઉપયોગ કરી શકાતો નથી. ગેરકાયદેસર ખેતીના યુરિયા ખાતરનું વહન કરનાર આરોપી મહમદ ઈદરીશ નજાકત અલી, અબ્દુલ સહેમાન રમઝાન મકરાણીની અટક કરી હતી, જયારે યુરીયા ખાતર ભરાવનાર મુદ્દસર તૈવી (રહે.શહાદા) અને ખાતર મંગાવનાર ચિરાગભાઈ પટેલ (રહે.ચીખલી)નાંઓની તપાસ હાથ ધરી હતી. આમ, એલ.સી.બી. પોલીસે રૂપિયા ૩.૨૦ લાખનાં ખાતર અને ટ્રક જેની કિંમત રૂપિયા ૭ લાખ મળી કુલ રૂપિયા ૧૦.૬૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application