Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારીના એંધલ ગામેથી ટ્રકમાં રૂપિયા ૫.૭૨ લાખનાં ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે ચાલક અને ક્લીનર ઝડપાયા

  • February 22, 2025 

નવસારીના હાઈવે પરના એંધલ ગામ પાસેથી સેલવાસથી રૂ.૫.૭૨ લાખના ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી કડોદરા ડિલેવરી માટે જઈ રહેલ ટ્રક સાથે તેના ચાલક અને ક્લીનરને ઝડપી પાડી ઇંગ્લીશ દારૂ અને ટ્રક મળી રૂ.૧૫.૮૨ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. મળતી માહિતી મુજબ, નવસારી એલ.સી.બી.ના પી.આઈ.ના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ ઈંગ્લીશ દારૂની હેરાફેરી અટકાવવા માટે પેટ્રોલિંગમાં હતો.


તે વખતે બાતમી મળી હતી કે, સેલવાસથી રાજસ્થાન પાર્સિંગ ટૂંકમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી કડોદરા ખાતે આપવા જનાર છે. જેના આધારે એલ.સી.બી.ની ટીમે હાઈવે રોડના એંધલ ગામ પાસે વોચ ગોઠવી ટ્રક નંબર આરજે/૨૭/જીબી/૫૨૧૪ને અટકાવી તેમાં તલાશી લેતા ઇંગ્લીશ અને બિયરની બોટલો નંગ ૩૧૯૨ કિંમત રૂ.૫,૭૨,૩૪૦/-નો જથ્થો મળી આવ્યો હતો.

આમ, પોલીસે ટ્રકના ડ્રાઈ વર જેતરામ કન્ના રૂપાજી મેઘવાલ (ઉ.વ.૪૫., રહે.કરંજીકા ગડા ગામ, જિ.ઉદેપુર, રાજસ્થાન) તથા ક્લીનર મોહનલાલ ગણેશલાલ ગમેતી (ઉ.વ.૪૯., રહે.બરાવા, નેડચગામ, જિ.ઉદેપુર, રાજસ્થાન)ને ઝડપી પાડી ઇંગ્લીશ દારૂ અને ટ્રક મળી રૂ.૧૫,૮૨,૩૪૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આમ, પોલીસે આ ગુનામાં ઇંગ્લીશ દારૂ ભરાવનાર પપ્પુ માંગીલાલ મેઘવાલ (રહે.બી-૨૦૧, નિલીમા કોમ્પલેક્ષ, સેલવાસ)અને ઇંગ્લીશ દારૂ લેવા માટે કડોદરા હાઈવે રોડ પર આવનાર ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો. બનાવ અંગે ગણદેવી પોલીસે પ્રોહિબીશનનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application